લિંબાયતમાં દંપતી ઉંઘતું રહ્યું અને તસ્કરો રૂ. 3.51 લાખની મત્તા ચોરી ફરાર

On: February 6, 2022 8:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– મેઇન દરવાજો ખુલ્લો હતો અને લોખંડની ગ્રીલના દરવાજાને અંદરથી બંધ કર્યો હતો, તે ખોલી તસ્કરો ઘરમાં ઘુસ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

લિંબાયતના કલ્પના રો હાઉસમાં લોખંડની ગ્રીલનો દરવાજો બંધ કરીને સુઇ ગયા હતા અને તસ્કરોએ તે ખોલી અંદર પ્રવેશી દાગીના અને રોકડ, મોબાઇલ મળી કુલ રૂ. 3.51 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.

લિંબાયતના સુપર સિનેમા નજીક કલ્પના રો હાઉસમાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા વિજય કમલેશ સોની (ઉ.વ. 29) અને સાડી ફોલ્ડીંગનું કામ કરતી તેની પત્ની સંગીતાબેન વિજય સોની (ઉ.વ. 26) ગત રાત્રે જમ્યા બાદ દરવાજાની લોખંડની ગ્રીલનો દરવાજો અંદરથી બંધ કર્યો હતો. વિજય સુઇ ગયો હતો પરંતુ સંગીતાને ઉંઘ નહીં આવતા રાત્રે 12.30 વાગ્યા સુધી ટીવી જોયા બાદ પુનઃ સુઇ ગઇ હતી. પરંતુ સવારે ઉઠયા ત્યારે ગ્રીલનો દરવાજો ખુલ્લો હતો અને ઘરનો સામાન વેરવિખેર હતો તથા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડા રૂ. 80 હજાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 3.51 લાખની મત્તા ચોરી થઇ ગઇ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!