જુના પાદરા રોડ પર વેપારી સાથે દુકાનમાં તકરાર કરી ઓળખીતાઓને બોલાવી હુમલો

On: February 5, 2022 6:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 05

શહેરના જુના પાદરા રોડ વિસ્તારમાં એક દુકાનદાર સાથે નજીવી બાબતે તકરાર કર્યા બાદ ઓળખીતાઓને બોલાવી હુમલો કરતા પોલીસે ઈરફાન તેમજ સાગરિતો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.

મથુરા નગરી સોસાયટીમાં રહેતા અને અમૂલ ની એજન્સી ધરાવતા રાજેશભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે બપોરે હું મારી ઓફિસે હતો તે દરમિયાન અમારે ત્યાંથી માલ લઈ જતા ઇરફાન ભાઈ મલેક આવ્યા હતા અને ધમકી ભર્યા અવાજ માં ફોન કેમ ઉપાડતો નથી, તારે મને માલ નથી આપવો.. તેમ કહી ગાળો ભાંડતાં મારી પત્ની દોડી આવી હતી અને મારા ભાઈઓ પણ આવી ગયા હતા.

બીજી તરફ ઇરફાને પણ કોઈને ફોન કરી બોલાવતા ૨ સાગરિતો આવ્યા હતા અને મને મારી બેટ વડે માથામા હુમલો કર્યો હતો. થોડીવારમાં બીજા ત્રણ જણા આવી ગયા હતાને ગાળો ભાંડી મારામારી કરવા માંડ્યા હતા જેથી મારા ભાઈને પણ સળીયો વાગવાથી ઇજા થઇ હતી.

દરમિયાનમાં બીજા બે જણા પણ આવ્યા હતા અને તમામ આઠ જેટલા સાગરીતોએ ઇરફાન ભાઈ નું ઉપરાણું લઇ ઝઘડો અને મારામારી કરી હતી. જેથી પોલીસ ને બોલાવતા તમામ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!