Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ખાનગી મેડિકલ કોલેજોની માટે નવી ગાઈડલાઈનના અમલ મુદ્દે વિવાદ

On: February 5, 2022 4:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

ખાનગી મેડિકલ
કોલેજોની ફી મુદ્દે નેશનલ મેડિકલ કમિશન દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરી દેવાઈ
છે  ત્યારે ૫૦ ટકા બેઠકો પર ફી ઘટાડી
સરકારી કોલેજોની ફી જેટલી કરવા મુદ્દે અને બાકીની ૫૦ ટકા બેઠકોમાં નવી ગાઈડલાઈન
મુજબ ફી નક્કી કરવા મુદ્દે સ્પષ્ટતા ન હોવાથી વિવાદ ઉભો થાય છે.કારણકે આ વર્ષે તો
ઓલ ઈન્ડિયા ક્વોટામા ડિમ્ડ યુનિ.ઓની બેઠકો અને સ્ટેટ ક્વોટામા ખાનગી મેડિકલ
કોલેજોની બેઠકોમાં મેડિકલના પ્રવેશ ફાળવી દેવાયા છે ત્યારે આગામી વર્ષે જ નવી
ગાઈડલાઈનનો અમલ થાય તેમ છે.

નેશનલ મેડિકલ
કમિશન દ્વારા ખાનગી મેડિકલ કોલેજો અને મેડિકલ ડિમ્ડ યુનિ.ઓની ફી મુદ્દે કરેલી
જાહેરાત મુજબ ખાનગી મેડિકલ કોલેજો-ડિમ્ડ યુનિ.ની ૫૦ ટકા બેઠકોની ફી સરકારી
કોલેજોની ફી જેટલી જ રાખવાનો નિર્ણય લેવાયો છે.જ્યારે બાકીની ૫૦ ટકા બેઠકોની ફી  જે તે રાજ્યની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા
વિવિધ પ્રકારના ખર્ચા-ચાર્જીસ-સુવિધાઓને ધ્યાને લઈને નક્કી કરવા ગાઈડલાઈન જાહેર
કરવામા આવી છે.ગુજરાતની વાત કરીએ તો તાજેતરમાં ફી રેગ્યુલેશન કમિટી દ્વારા રાજ્યની
અર્ધ સરકારી અને ખાનગી ધોરણે ચાલતી સરકારની સોસાયટી હેઠળની આઠ જીએમઈઆરએસ મેડિકલ
કોલેજોની નવી ફી જાહેર કરી દેવાઈ છે.જેમાં ૩.૩૦ લાખથી ૯ લાખ સુધીની ફી નક્કી કરાઈ
છે.જે પુરી ૧૦૦ ટકા બેઠકો માટેની છે.ૉ

આ ઉપરાંત અન્ય સંપૂર્ણ ખાનગી મેડિકલ કોલેજોની
પણ આગામી ત્રણ વર્ષ માટેની નવી ફી નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને થોડા
સમયમા નવી ફી નક્કી જાહેર થનાર છે.આમ હવે નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરાયેલી
નવી ગાઈડલાઈન મુજબ આ વર્ષે તો ૫૦ ટકા બેઠકો પર ફી ઘટાડાનો અમલ થાય તેમ નથી.ઉપરાંત
પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડમાં ૧૦ હજારથી વધુ બેઠકો પર પ્રવેશ પણ ફાળવી
દેવાયો છે. આગામી વર્ષથી પણ અમલ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે કારણકે બાકીની ૫૦
ટકા બેઠકોની ફી ઘણી ઊંચી રહેશે અને જેને લઈને પણ વિવાદ થાય તેમ છે.હાલ તો મેડિકલ
કોલેજોમાં આ નવી ગાઈડલાઈનને લઈને ભારે તર્ક વિતર્ક સાથે ગણગણાટ શરૃ થઈ ગયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!