[ad_1]

– મતદાર નોંધણી સહિતની શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મીઓ,બીએલઓ કેમ્પસ એમ્બેસેડરનું કરાયું બહુમાન
વડોદરા તા.25
વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના અધ્યક્ષસ્થાને ૧૨ મા રાષ્ટ્રીય મતદાતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
તેમણે મતદાર નોંધણીમાં ટીમ વર્ક અને મજબૂત સંકલનથી જિલ્લાને રાજ્યમાં હંમેશા મોખરે રાખવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે પ્રત્યેક લાયક વ્યક્તિની મતદાર તરીકે નોંધણી થાય અને તે મત આપી શકે એ જોવાની ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા સૌની ફરજ છે કારણ કે લોકશાહીની મજબૂતી માટે પ્રત્યેકનો મત અગત્યનો છે.

જિલ્લામાં મતદાતા નોંધણી કામગીરી સારી રીતે થઇ છે, આવતા વર્ષે પણ એ કામગીરીનું સાતત્ય જળવાઇ રહે અને રાજયમાં શ્રેષ્ઠ મતદાતા નોંધણી કામગીરીમાં વડોદરા જિલ્લો અગ્રીમ સ્થાને આવે તે માટે મતદાતા નોંધણી કામગીરીના અધિકારી-કર્મચારીઓ કાર્ય કરી પ્રેરણા આપી શકે છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન અંગેના શપથ લેવડાવ્યા હતા.
મતદાર નોંધણી સહિતની શ્રેષ્ઠ કામગીરી કરનારા મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ બીએલઓ સહિતના અધિકારી – કર્મચારીઓને તથા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર, કેમ્પસ એમ્બેસેડર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
[ad_2]
Source link






