[ad_1]

કારમાં ઓનડયૂટી ડાન્સ કરતાં કચ્છના ત્રણ પોલીસ માટે ટ્વિટ
સરકારી વાહનમાં ડાન્સ, માસ્ક પહેર્યો નહીં હોવાના નિયમભંગ બદલ એસ.પી. મયુર પાટીલે પગલાં ભર્યાં
અમદાવાદ : સરકારી કારમાં બેસીને બંદોબસ્તમાં જઈ રહેલા ગાંધીધામ એ ડીવિઝન પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીને ચાલુ કારમાં ડાન્સ કરવા અને માસ્ક નહીં પહેરવા સહિતના નિયમભંગ બદલ સસ્પેન્ડ કરવાનો કિસ્સો હવે રાષ્ટ્રીય અને ફિલ્મી બન્યો છે.
ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને ટ્વિટ કરીને એવી હમદર્દી દર્શાવી છે કે, એમને જવા દો… એ પણ માણસ છે. ઈચ્છું છું કે કચ્છમાં સસ્પેન્ડ થયેલા જવાનોને ફરી આવું નહીં કરે તેવી ચેતવણી કે ઠપકો આપીને જવા દેવામાં આવે. આપણા જવાનોને પણ હળવા થવાની જરૂર પડતી હોય છે.
ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારી કરી રહેલા એરફોર્સના જવાનો જુના હિન્દી ગીતના બેન્ડ ઉપર ડાન્સ કરી રહ્યાં છે તેવો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો હતો. આ વાઈરલ વીડિયો જોઈને જવાનોની સ્થિતિ સમજીને તેમને હળવા થવાની તક આપવી જોઈએ તેવી વાત કરીને જાણીતી અને પીઢ અભિનેત્રી રવિના ટંડને એરફોર્સ જવાનોની તરફેણ કરી હતી.
સાથોસાથ, કચ્છના ગાંધીધામમાં સસ્પેન્ડ કરાયેલા ત્રણ પોલીસ કર્મચારીઓને પણ ઠપકો આપીને ફરી આવી વર્તણૂંક નહીં કરે તેવી ખાતરી લઈને સજામાંથી મુક્ત કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનિય છે કે, પૂર્વ કચ્છ એસ.પી. મયૂર પાટિલે ગાંધીધામ એ ડીવિઝનના ત્રણ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં જતા હતા. ચાલુ સરકારી કારમાં ગીત સાથે બેઠાં બેઠાં જ હળવો ડાન્સ કરી ઝૂમતા ત્રણ પોલીસ જવાનોનો વીડિયો વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થવાથી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી. ગાંધીધામના પોલીસ કર્મચારી ઓન ડયૂટી હતા અને ચાલુ સરકારી ગાડીમાં ડાન્સ કરીને ટ્રાફિકના નિયમો તોડયા હતા. આ પોલીસ કર્મચારીઓએ માસ્ક નહીં પહેરી કોરોના નિયમોનો ભંગ કર્યો હતો.
યુનિફોર્મમાં પર્સનલ વીડિયો ઉતાર્યો અને સરકારી અસ્કયામતમાં વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. લોકોને નિયમપાલન કરવા માટેની કામગીરી કરતા ફરજ પર રહેલા અધિકારીની આ વર્તણૂંક ચલાવી લેવાય તેવી ન હોવાથી એસ.પી. પાટિલે જગદીશ ખેતાભાઇ સોલંકી, હરેશ ઇશ્વરભાઇ ચૌધરી, રાજા મહેન્દ્રકુમાર હિરાગરને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ શરૂ કરાવી છે.
કડક કાર્યવાહીના પગલે સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓએ ખોટું શું કર્યું? તેવા મુદ્દા સાથે લોકો હમદર્દી દાખવી રહ્યાં છે. લોકો બિંદાસ કહી રહ્યા છે કે, કોરોના કાળ દરમિયાન હોસ્પીટલો-દવાખાનાઓમાં દર્દીઓનું માનસિક સ્તર ઉંચુ લાવવા નર્સો અને તબીબોએ પણ મનોરંજન પીરસ્યુ હતુ.
માત્ર જોવાની જ રીત અલગ છે. આ કિસ્સો રવિના ટંડને ટ્વિટ કરતાં રાષ્ટ્રીય કક્ષાનો બન્યો છે. બીજી તરફ, સસ્પેન્શનની નશ્યત પછી પોલીસ કર્મચારી પુન: ફરજ પર લેવાઈ જશે. પણ, લોકોમાં પોલીસની છબી સુધરે અને કાયદો સહુના માટે સરખો છે તેવો મેસેજ પ્રજાજનો સુધી પહોંચે તેવો પૂર્વ કચ્છના પોલીસ વડાનો હેતુ મજબૂત રીતે પૂરવાર થઈ શકે છે.
[ad_2]
Source link






