Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ન્યુ એજ ટેકનોલોજી કંપનીઓમાં રોકાણકારોના રૂ.2.87 લાખ કરોડ ધોવાયા

On: January 24, 2022 11:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 24 જાન્યુઆરી 2022 સોમવાર

ન્યુ એજ ટેકનોલોજી કંપનીઓએ ભારતીય શેરબજારમાં 2021માં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દરેક કંપનીઓના ભરણામાં રોકાણકારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને મોટાભાગની કંપનીઓના શેર પણ ઊંચા ભાવે લીસ્ટ થયા હતા. પણ છેલ્લા પાંચ દિવસથી શેરબજારમાં જોવા મળી રહેલી ભારે વેચવાલીમાં આ કંપનીઓના શેરમાં તીવ્ર કડાકા બોલી ગયા છે. આ કંપનીઓના સૌથી ઊંચા ભાવથી સોમવારના બંધ ભાવ વચ્ચેના ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં રૂ.2,87,758 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.

સોમવારે પાંચમાં દિવસે પણ ભારતીય શેરબજારમાં વેચવાલી ચાલુ રહી હતી અને માર્ચ 2020માં કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજે ન્યુ એજ ટેકનોલોજી કંપનીઓમાં ઝોમેટોના શેર 20 ટકાની મંદીની સર્કીટ સાથે રૂ.91, નાયકાના શેર 12.93 ટકા ઘટી રૂ.1734.85, પેટીએમ 4.43 ટકા ઘટી રૂ.917.35, કારટ્રેડ 5.46 ટકા ઘટી રૂ.768.80, મેપ માય ઇન્ડિયા 9.94 ટકા ઘટી રૂ.1447.05, પોલીઝી બાઝાર 10.16 ટકા ઘટી રૂ.776.60, રેટ ગેઇન 7.01 ટકા ઘટી રૂ.401.30 અને ઇઝી ટ્રીપ પ્લાનર પાંચ ટકા ઘટી રૂ.537.15 બંધ રહ્યા હતા.

આ દરેક કંપનીઓના શેરના ભાવ લીસ્ટીંગ પછી સૌથી ઉંચી સપાટીએથી 24 ટકા કે તેના કરતા વધારે ઘટી ગયા છે. આ ન્યુ એજ લીસ્ટીંગમાં સૌથી ધમાકેદાર એન્ટ્રી કરનાર અને કંપનીના ફાઉન્ડર ફાલ્ગુની નાયરને એક જ દિવસમાં સૌથી ધનિક ભારતીય મહિલા બનાવી દેનાર નાયકાના શેર ઉંચી સપાટીએથી 33 ટકા ઘટી ગયા છે. ફૂડ ડીલીવરી કંપની ઝોમેટોના શેર ઉંચી સપાટી રૂ.169 સામે 46 ટકા ઘટી ગયા છે. મોબાઈલ પેમેન્ટ અને અન્ય નાણાકીય સવલત આપનાર પેટીએમનો ઇસ્યુ ભારતના કોર્પોરેટ ઈતિહાસનો સૌથી મોટો પબ્લિક ઇસ્યુ હતો. કંપનીના ભાવ ઇસ્યુ પ્રાઈસ સામે ક્યારેય વધ્યા નથી પણ ઊંચા ભાવ રૂ.1961સામે હવે 53 ટકા જેટલા ઘટી ગયા છે. આવી જ હાલત અન્ય ન્યુ એજ ટેકનોલોજી કંપનીઓની જોવા મળી રહી છે. 

શેરના ભાવના આધારે નક્કી થતા બજાર મુલ્યમાં પણ આ દરેક કંપનીઓમાં હવે ધોવાણ જોવા મળી રહ્યું છે. ઊંચા ભાવ સમયે આ બધી કંપનીઓ મળી કુલ રૂ.6,48,247 કરોડનું બજાર મુલ્ય ધરાવતી હતી. સતત વેચાણ અને ઘટાડા પછી આજના બંધ ભાવે કંપનીઓનું બજાર મુલ્ય હવે રૂ.3,60,489 કરોડ થઇ ગયું છે જે રૂ.2,87,758 કરોડનો ઘટાડો દર્શાવે છે. સૌથી મોટો ઘટાડો ઝોમેટોમાં જોવા મળ્યો છે જેમાં રોકાણકારોની સંપત્તિ રૂ.1,39,576 કરોડ ઘટી છે. આ પછી પેટીએમમાં રોકાણકારોના રૂ.67,812 કરોડનું ધોવાણ થયું છે. નાયકામાં રૂ.39,333 કરોડ અને પોલીઝી બાઝારમાં રૂ.31,240 કરોડનું ધોવાણ થયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!