Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ભાવનગરમાં કોલ્ડવેવની આગાહી, તાપમાનમાં ૫થી 6 ડિગ્રીનો કડાકો

On: January 23, 2022 9:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– મંગળવાર સુધી કોલ્ડવેવની આગાહીને કારણે તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે

– ટાઢાબોળ પવનથી ઠંડીના વધુ એક નવો રાઉન્ડ શરૂ થયો, એક સપ્તાહ બાદ લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી

ભાવનગર : ભાવનગરમાં કમોસમી માવઠાં બાદ હવે આજથી ત્રણ દિવસ કોલ્ડવેવનો સામનો કરવાની નોબત આવી છે. મંગળવાર સુધી કોલ્ડવેવની અપાયેલી ચેતવણીના પગલે તાપમાનમાં પાંચથી સાત ડિગ્રીથી વધુનો કડાકો બોલ્યો હતો. જેના કારણે ઉત્તરાયણ બાદ પ્રથમ વખત લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે તેવી નોબત આવી છે.

કમોસમી માવઠાં બાદ હાડથીજાવતી ઠંડી પડવાની પહેલેથી જ આગાહી થઈ ચુકી હતી. જેના પગલે ભાવનગરમાં પણ રવિવારથી મંગળવાર સુધી કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. આ આગાહીના પગલે ટાઢાબોળ પવનથી ઠંડીનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ રાત્રિથી જ ઠંડીનું પ્રભુત્વ વધ્યું હતું. રાત્રે કડકડતી ઠંડીના પગલે ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ૪.૯ ડિગ્રી ગગડીને ૧૫.૩ ડિગ્રીએ થંભ્યો હતો. જ્યારે રવિવારની રજામાં દિવસ દરમિયાન પણ ટાઢાબોળ પવનને કારણે ઠંડીનું પ્રભુત્વ રહેતા મહત્તમ તાપમાન ૬.૬ ડિગ્રી ઘટીને ૨૨.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું.

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે રવિવારથી મંગળવાર સુધી ત્રણ દિવસ ભાવનગરમાં કોલ્ડવેવની આગાહી કરી છે. જેના કારણે ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં ૯ ડિગ્રી સુધી પહોંચી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હોય, શહેરીજનોને આગામી બે દિવસ કડકડતી ઠંડીમાં પસાર કરવા પડી શકે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!