ભાવનગર જિલ્લામાં 8685 વ્યક્તિએ બુલ્ટર ડોઝ લઇ લીધો

On: January 22, 2022 9:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– વેક્સીનેશનનો પ્રથમ ડોઝ 98 ટકા અને બીજો ડોઝ 105 ટકા લોકોએ લીધો

– 15 થી 18 વર્ષની મર્યાદાવાળા 1,11,230 માંથી 62,283 તરૂણોએ રસી લીધી

ભાવનગર : કોરોનાની બીજી લહેર પછી વેક્સીનેશન કામગીરી વેગવાન બની હતી અને હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર તેમજ ૪૫ પ્લસ સહિતનાનું વેક્સીનેશનમાં પ્રથમ ડોઝનું ૯૮.૧૬ ટકા તો બીજા ડોઝનું ૧૦૫ ટકા કામ પૂર્ણ થયું હતું. જ્યારે બુસ્ટર ડોઝમાં પણ ૪૭ ટકા સુધી રસીકરણ થયું હોવાનું જણાયું છે.

મળતી વિગતો મુજબ હેલ્થ વર્કરમાં પ્રથમ ડોઝ ૧૦,૩૩૪ એમ ૧૦૦ ટકા કામગીરી થઇ છે. જ્યારે બીજા ડોઝમાં ૧૦,૪૦૫ એમ ૧૦૧ ટકા તો બુસ્ટરમાં ૨૪૭૩ એમ ૪૭ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે ૪૫ ઉપરની વયમર્યાદામાં ૪૯૦૧૧૪ એમ પ્રથમ ડોઝની ૧૧૦ ટકા તો ૫૧,૩૯૧૯ એમ બીજા ડોઝની ૧૦૫ ટકા બાદ ૨૨૨૫ એમ બુસ્ટર ડોઝની ૫૩ ટકા કામગીરી પૂર્ણ થઇ છે તો ફ્રન્ટ લાઇન વર્કરમાં પણ પ્રથમ ડોઝની ૧૦૦ ટકા તો બીજા ડોઝની ૯૭ ટકા અને બુસ્ટર ડોઝની ૪૪ ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું જણાયું છે. ટોટલ આંકડા પર નજર કરીએ તો પ્રથમ ડોઝની ૯૮.૧૬ ટકા કામગીરી પૂર્ણ થઇ, બીજા ડોઝની ૧૦૫ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે ૯ માસના નિયમ મુજબ તેમજ કોમોર્બીનને મળી ત્રીજો બુસ્ટર ડોઝની કામગીરી ૪૭ ટકા એટલે ૮૬૮૫ લોકોએ લીધો હોવાનું જણાયું છે.

બોક્સ

15 થી 18 વર્ષના 62,283 તરૂણોએ પ્રથમ ડોઝ લીધો

૧૮ થી ઉપરના માટે વેક્સીનેશન પુરજોશમાં શરૂ રખાયા બાદ ૧૫ થી ૧૮ વર્ષની વયમર્યાદાવાળા તરૂણો માટે પ્રથમ ડોઝ તંત્ર દ્વારા શરૂ કરાયો છે અને કુલ ૧,૧૧,૨૩૦ નોંધાયા છે જેમાંના ૬૨,૨૮૩ વ્યક્તિનું વેક્સીનેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. એટલે ૫૬ ટકા આ વયજુથની કામગીરી જિલ્લામાં પૂર્ણ થઇ છે. જ્યારે હજુ ૪૪ ટકા વેક્સીનેશન બાકી રહ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!