વડોદરા: વાહન હંકારવા મુદ્દે તકરાર, કાકા-ભત્રીજા ઉપર છકડા ચાલક સહિતની ત્રિપુટીનો હુમલો

On: January 21, 2022 5:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 21 જાન્યુઆરી

વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે વાહન હંકારવા બાબતે થયેલી તકરારમાં છકડા ચાલકે બાઈક સવાર બે શખ્સોની મદદથી એક્ટિવા ચાલક કાકા ભત્રીજાને માર મારી ઇજા પહોંચાડી હોવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા 37 વર્ષીય અબુબકરખાન પઠાણ વાઘોડીયા રોડ ખાતે ગેરેજ ચલાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર ,ગઈકાલે બપોરે તેઓ ભત્રીજા સાથે એકટીવા લઇ ગેરેજ જવા નીકળ્યા હતા. તે સમયે ઉમા ચાર રસ્તા પાસે છકડાચાલક સાથે વાહન હંકારવા બાબતે રકઝક થઈ હતી. તે સમયે છકડા ચાલકે ફોન કરતા બાઇક સવાર  બે શખ્સો છરી અને લોખંડની પાઇપ આવી પહોંચ્યા હતા. અને એક્ટિવા સવાર કાકા ભત્રીજાને ગડદાપાટુનો માર મારી નાસી છૂટ્યા હતા. આ હુમલામાં અબુબકરખાન પઠાણને ઇજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે છકડા ચાલક તથા બાઇક સવાર બે શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!