સુરત: 38 વર્ષ બાદ સરથાણા નેચર પાર્કમાં જન્મેલ સિંહબાળનું નામ છે કિચુ

On: January 21, 2022 2:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 21 જાન્યુઆરી 2022 ગુરુવાર

ગુજરાતનાં સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનો પૈકીના એક સરથાણા નેચર પાર્કમાં અંદાજીત 20 જંગલી પ્રાણીઓમાં 8 મહિના પહેલા જન્મેલું સિંહબાળ ચર્ચાનો કેન્દ્ર બન્યું છે. ખાસ વાત છે કે પ્રાણી સંગ્રહાલય શરૂ થયા બાદ પ્રથમવાર જન્મ લેનાર સિંહબાળનું નામ કિચુ રખાયું છે.

દક્ષિણ ગુજરાતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય અને ગુજરાતનું પ્રથમ સંવર્ધન કેન્દ્ર તરીકે જાણીતા સરથાણા નેચર પાર્કની સ્થાપના ઈ. સ. 1984ના સમયમાં કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક વાઈલ્ડ એનિમલે બચ્ચાને જન્મ આપ્યો છે. જો કે ઝુ માં સિંહ-સિંહણની જોડી ન હોવાને કારણે નવેમ્બર 2020માં છત્તીસગઢ રાયપુર થી સિંહ આર્ય અને સિંહણ વસુંધરાને સુરત લાવવામાં આવ્યા હતા અને આ જોડીએ 14 એપ્રિલ,2021ના રોજ સિંહબાળને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રાણી સંગ્રહાલય શરૂ થયું ત્યારથી સિંહબાળનો જન્મ થયો હોય તેવી આ પ્રથમ ઘટના છે.

આ અંગે ઝુના હીનાબેન પટેલે કહ્યું કે, આ પ્રથમ સિંહબાળનું નામ કિચુ રાખવામાં આવ્યું છે. જેનો અર્થ પ્યારું થાય છે. આઠ મહિનાનું સિંહબાળ શાંત છે અને તેને અલગ રાખી તેની પૂરતી સાર-સંભાળ લેવામાં આવી રહી છે. ઝુ માં 3 દીપડા, 2 સફેદ વાઘ, 1 વાઘ, 2 સિંહ, 3 રીંછ, 5 સ્લોથ રીંછ અને 4 ઝરખમાં તે એક માત્ર નાનુ બાળક છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!