રીક્ષામાં ભુલાય ગયેલા રૂ. 2 લાખ ચાલકે ડીંડોલીની વૃધ્ધાને પરત આપ્યા

On: January 17, 2022 11:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પોલીસને જાણ થતા સીસીટીવીના આધારે રીક્ષા ચાલકના ઘરે પહોંચી, પરંતુ તે પહેલા જ ચાલક રોકડ લઇ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો હતો

– હું ભગવાનનો આભાર માનું છું કે માસી મારી રીક્ષામાં બેગ ભુલી ગયા અને સલામત રહ્યું, જો કોઇ અન્ય વ્યક્તિ લઇ જતે તો મને ઘણું દુઃખ થતેઃ રીક્ષા ચાલક

સુરત
માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને પ્રમાણિકતાથી મોટુ કોઈ ઉદાહરણ નથી આ કથનને યથાર્થ ઠેરવ્યું છે સુરતના રીક્ષા ચાલકે. પતિના પેન્શનથી ગુજરાન ચલાવતી વૃધ્ધા રોકડા રૂ. 2 લાખ ભરેલી બેગ રીક્ષામાં ભુલી જતા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. બીજી તરફ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે રીક્ષા ચાલકની શોધખોળ કરી રહી હતી તે અરસામાં જ ચાલક રોકડ ભરેલી બેગ લઇ પોલીસ સ્ટેશનમાં પહોંચી પોતાની ઇમાનદારીનું મહત્વનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.
સુરતના ડીંડોલી વિસ્તારની મહાદેવનગર-2 સોસાયટીમાં રહેતી વૃધ્ધા મધુબેન ભીખુભાઇ પટેલ (ઉ.વ. 66) ઘરના રીનોવેશન કામ માટે પતિના પેન્શનના બેંકમાં જમા થયેલા રોકડા રૂ. 2 લાખ ભટારના ઉમા ભવન સ્થિત બેંક ઓફ બરોડા શાખામાંથી ઉપાડી રીક્ષામાં ઘરે જવા નીકળ્યા હતા. ઉધના દરવાજા પાસે રીક્ષામાંથી ઉતરી મધુબેને નાના પર્સમાંથી રીક્ષા ભાડું ચુકવ્યું હતું પરંતુ રીક્ષાની સીટની પાછળ મુકેલું રોકડા રૂ. 2 લાખ ભરેલી બેગ લેવાનું ભુલી ગયા હતા. રીક્ષામાંથી ઉતર્યા બાદ મધુબેનને બેગ યાદ આવતા તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. જો કે તેઓ ખટોદરા પોલીસ સ્ટેશને જઇ પીઆઇ તરૂણ પટેલ અને પીએસઆઇ આર.એસ. પટેલને સમગ્ર બાબત જણાવતા તુરંત જ અલગ-અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યુ હતું.


જે અંતર્ગત ત્રણેક કલાકની જહેમત બાદ રીક્ષા નં. જીજે-5 સીટી-7303 ના આધારે પોલીસ ટીમ રીક્ષા ચાલક અશોક સુદામ ખૈરાત (ઉ.વ. 49 રહે. ઇન્દિરાનગર, આઝાદનગર, ભટાર) ના ઘરે પહોંચી હતી. પરંતુ તેની પત્નીએ જણાવ્યું કે રીક્ષામાંથી રૂ. 2 લાખ રોકડા મળ્યા છે તે જમા કરાવવા પતિ અશોક ખટોદરા પોલીસ સ્ટેશન ગયા છે. રીક્ષા ચાલકને પોલીસ સ્ટેશનમાં રોકડ ભરેલી બેગ લઇને આવેલો જોઇ મધુબેનની આંખમાંથી ખુશીના આંશુ નીકળી ગયા હતા. પોલીસે રીક્ષામાંથી મળેલા રોકડા રૂ. 2 લાખ ખુદ રીક્ષા ચાલક અને તેના પરિવારના હસ્તે મધુબેનને પરત અપાવ્યા હતા. રીક્ષા ચાલક અશોકે જણાવ્યું હતું કે હું બપોરે ઘરે જમવા ગયો ત્યારે રીક્ષા સાફ કરી રહ્યો હતો ત્યારે બેગ નજરે પડી હતી. જેમાં રોકડા રૂ. 2 લાખ હોવાથી તુરંત જ પુત્રને જાણ કરી હતી પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો હતો. અશોકે વધુમાં કહ્યું હતું કે હું ભગવાનનો આભાર માનું છું કે માસી મારી રીક્ષામાં બેગ ભુલી ગયા અને બેગ સલામત રહ્યું. જો કોઇ અન્ય વ્યક્તિ લઇ જતે તો મને ઘણું દુઃખ થતે પણ મારી ઇમાનદારીથી માસીના રૂપિયા મળી ગયા તેની ખુશી મારે માટે અતિ મહત્વની છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!