જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં જુગાર અંગે દરોડો: જુગાર રમતાં ત્રણ શખ્સો પકડાયા, અન્ય બે ફરાર

On: January 17, 2022 12:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, 17 જાન્યુઆરી 2022 સોમવાર 

જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ઘોડીપાષા નો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે, જ્યારે અન્ય બે ને ફરારી જાહેર કરાયા છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરના ખોજા નાકા વિસ્તારમાં કેટલાક શખ્સો એકત્ર થઇને ઘોડીપાષા નો જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી મળતા સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન નાસભાગ થઇ હતી.

પોલીસે ઘોડીપાષા નો જુગાર રમી રહેલા શબીર ગુલામહુસેન સુમરા, વલીમામદ યુસુફ શેખ તેમજ રહીમ બસીરભાઈ ની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 2,440 ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.

આ દરોડા સમયે હુસેન શંકર ટેકરી વાળો તેમજ સલીમ યુસુફ ખીરા ભાગી છૂટયા હોવાથી પોલીસ બંનેને શોધી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!