[ad_1]

વડોદરા, તા. 17
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આયોજિત સ્ટ્રીટ પિપલ ચેલેન્જ સ્પર્ધામાં વડોદરાને વિશેષ એવોર્ડ આપવાની સાથે નર્ચરીંગ ‘નેબરહુડ ચેલેન્જ’માં પણ વડોદરાનો ટોપ 10 સીટીમાં સમાવેશ થયો છે.ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ પછીના સમયમાં પગપાળા અને સાઇકલ પર આવનજાવન કરતા લોકો માટે અનુકુળ વાતાવરણ પૂરું પાડતા વિસ્તારો વિકસાવવાની સ્પર્ધા સ્ટ્રીટ પિપલ ચેલેન્જ હતી. જ્યારે ‘‘ધ નર્ચરીંગ નેબરહુડ ચેલેન્જ’’’નો મુખ્ય હેતુ ભારતના શહેરોના આયોજન અને વિકાસમાં (0-5 વર્ષના બાળક) ચાઈલ્ડ હુડ ડેવલપમેન્ટના પ્રોજેકટો પર ધ્યાન કેન્દ્રીત કરવાનો હતો.
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આયોજિત સ્ટ્રીટ પિપલ ચેલેન્જ સ્પર્ધામાં વિજેતા શહેરોમાં ઔરંગાબાદ, બેંગાલુરુ, ગુરુગ્રામ, કોચી, કોહીમા, નાગપુર, પીમ્પરી ચીંચવાડ, પુને ,ઉદેપુર, ઉજ્જૈન અને વિજયવાડાનો સમાવેશ થાય છે. જ્યારે ઇનફાલ, કરનાલ ,સીલવાસા અને વડોદરા અને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. તદુપરાંત નર્ચરીંગ ‘નેબરહુડ ચેલેન્જ’માં વિજેતા શહેરોમાં બેંગાલુરુ, હ્યુબલ્લી ધરવાદ, ઇન્દોર,જબલપુર, કાકીનદા, કોચી, કોહીમા, રોર્કેલા અને વારંગલ નો સમાવેશ થાય છે. આ ચેલેન્જમાં શહેરમાં એવા રસ્તાઓ વિકસાવ્યા જેમાં પગપાળા જતા અને સાઇકલ પર જતા લોકોની સંખ્યા વધે અને અન્ય વાહનોનો ઉપયોગ ઓછો થાય. આ સ્પર્ધાના પહેલા સ્ટેજમાં વડોદરા પાસ થઇ ગયું હતું. દેશના 107 સ્માર્ટ સિટી શહેરો પૈકી દેશભરના 30 શહેરોએ આ ચેલેન્જનો પહેલો રાઉન્ડ પાસ કર્યો હતો. ગુજરાતમાં આ સ્પર્ધામાં માત્ર બે વડોદરા અને સુરતની પસંદગી થઈ હતી. જ્યારે મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ ,ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ‘‘ધ નર્ચરીંગ નેબરહુડ ચેલેન્જ’’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેલેન્જનો મુખ્ય હેતુ ભારતના શહેરોના આયોજન અને વિકાસમાં (0-5 વર્ષના બાળક) ચાઈલ્ડ હુડ ડેવલપમેન્ટના પ્રોજેકટો પર ધ્યાન કેન્દ્રીત કરવાનો હતો. શહેરમાં બાળકોને રમતગમતની પ્રવૃત્તિ માટેની જગ્યાઓ વિકસીત કરવાનુ આયોજન મનપાએ કર્યું હતું તે તમામ પ્રોજેક્ટો આ ચેલેન્જમાં રજુ કર્યા હતા.
આ ચેલેન્જમાં ભારતના તમામ મહાનગરપાલિકા, ડેવલોપમેન્ટ ઓથોરીટીઝ, સ્માર્ટ સીટીઝ તેમજ 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો ભાગ લીધો હતો. આ ચેલેન્જના પ્રથમ તબકકામાં 20 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. અને પસંદ થયેલા શહેરોને મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ચાઈલ્ડહુડ ડેવલપમેન્ટના પાઈલોટ પ્રોજેકટો માટે 6 મહિના ટેકનીકલ સપોર્ટ બિલ્ડીંગ ગાઈડન્સ આપવામાં આવી હતી. તેમજ બીજા તબકકામાં પ્રથમ તબકકામાં પસંદ થયેલા 20 શહેરો પૈકીના 10 શહેરોની પસંદગી કરવામાં આવી હતી.
[ad_2]
Source link






