Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વિસનગરમાં 30 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ

On: January 6, 2022 3:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.5

મહેસાણા જિલ્લાના યુવાધનને વ્યસનના રવાડે ચડાવતાં અને કાયદો
વ્યવસ્થા સામે સવાલ ખડો કરતાં માદક દ્રવ્યનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની
વ્યાપક  ફરિયાદો ઉઠતી રહી છે. જેના પગલે
મહેસાણા સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે વિસનગરમાં રહેણાંક મકાનમાં બાતમીના આધારે છાપો
મારી ત્રીસ કિલોગ્રામ વજનના ગાંજાના જથ્થા સાથે એક મહિલાને દબોચી લીધી હતી.
પોલીસની પૂછતાછમાં આરોપી મહિલાએ ગાંજાનો જથ્થો સૂરતના શખ્સ પાસેથી લાવી વેચાણ કરતી
હોવાની કેફીયત આપી હતી. પોલીસે મહિલા આરોપીને હસ્તગત કરી કોરોના ટેસ્ટની કાર્યવાહી
હાથ ધરી હતી.

પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર વિસનગર શહેરના
વડનગરી દરવાજા
, મસ્તાનનગરમાં
રહેતી ફકીર રઝિયાબાનુ શાહબુદીન પોતાના રહેણાંકના મકાનમાં ગેરકાયદે ગાંજાનો જથ્થો
રાખી વેચાણ કરતી હોવાની બાતમીના આધારે મહેસાણા એસઓજીના હેકો.નરેશકુમાર તથા
દીલીપકુમાર સહિતના કાફલાએ ત્રાટકી મકાનની તલાશી લેતાં ત્રણ મોટા થેલામાંથી રૃ.૩
,૦૪,૯૦૦ની કિંમતનો
ગાંજો વજન ૩૦ કિલો ૪૯૦ ગ્રામનો જથ્થો ભરેલાં ૧૦ પેકેટ મળી આવતાં એસઓજીએ તેને કબજે
લીધા હતા. પોલીસે ગાંજાનો જથ્થો
,
મોબાઈલ ફોન, વજનકાંટો, વજનિયા બાટ વગેરે
મળી કુલ રૃ.૩
,૦૭,૨૦૦નો મુદ્દામાલ
જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી રઝિયાબાનુ શાહબુદીન ફકીર (ઉવ.૩૦)ની અટકાયત કરી તેનો
કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે એસઓજીના પીએસઆઈ.એ.યુ.રોઝએ વિસનગર
શહેર પોલીસ સ્ટેશનમાં આરોપી રઝિયાબાનુ શાહબુદીન ફકીર તથા સુરતના કીમ ચોકડી ખાતેના
રાજુ નામના શખ્સ વિરૃધ્ધ એનડીપીએસ. એક્ટની જુદીજુદી કલમો હેઠળ ગુનો દર્જ કરાવી વધુ
તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપી મહિલાએ ગાંજાનો જથ્થો સુરતના કીમ ચોકડી
ખાતેથી રાજુ નામના શખ્સ પાસેથી મોબાઈલ ફોનથી મંગાવી વેચાણ કરતી હોવાની કબુલાત આપી
હતી. જો કે
, પોલીસે
મહિલા આરોપીની કેફીયતના આધારે સુરતના રાજુ નામના શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન
કરી દીધા છે.

પોલીસે કબજે લીધેલો મુદ્દામાલ

ગાંજાનો
જથ્થો ૩૦ કિલો ૪૯૦ ગ્રામ વજન

મોબાઈલ
ફોન  નંગ-૦૧
રૃ.૧૦૦૦

વજનકાંટો
નંગ-૦૧
, રૃ.૧૦૦૦

ત્રણ
થેલા રૃ.૩૦૦ મળી કુલ રૃ.૩
,૦૭,૨૦૦નો મુદ્દામાલ

સુરતના શખ્સ પાસેથી મહિલા ગાંજાનો માલ લાવતી હતી

વિસનગરમાંથી ત્રીસ કિલો ગાંજોના જથ્થા સાથે ઝડપાયેલી
રઝિયાબાનુ શાહબુદીન ફકીરે પોલીસને જણાવ્યું હતુ કે
, તેણી સુરતની કીમ ચોકડી ખાતેથી રાજુ નામના શખ્સને મોબાઈલ
નં.૯૬૬૧૩૪૪૭૫૨ ઉપર ફોન કરીને ગાંજાનો માલ મંગાવી વેચાણ કરતી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!