ગલુડિયાંને બચાવવા શ્વાને સિંહો સામે પડકાર ફેંક્યો!

On: January 5, 2022 1:24 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– બગસરાનાં લુંધીયા ગામનો વિડિયો વાયરલ

– સિંહનું ધ્યાન પોતાના તરફ ખેંચતા ગલુડિયાં ભાગી ગયા, શ્વાન પણ સિફતપૂર્વક રફૂચક્કર

અમરેલી : અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરામાં સતત વધારો થયો છે. ગત રાત્રીના સમયે બગસરાના લુંધીયા ગામે સિંહો આવી ચડયા હતા અને પોતાના બચ્ચઓને બચાવવા શ્વાને પડકાર ફેંક્યો હતો અને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હતી અને આ વિડિયો હાલ સોશ્યલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બગસરા વિસ્તારમાં પણ સિંહોનો મોટો વસવાટ થઈ રહ્યો છે. એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં સિંહોને શ્વાને પડકાર ફેંક્યો હતો. વિડિયોમાં સામે આવેલા દ્રશ્યોના અંદાજ પ્રમાણે સિંહોની નજીક શ્વાનના બે બચ્ચાઓ જોવા મળી રહ્યા છે. સિંહોને જોઈ ગભરાયેલા બચ્ચાઓને બચાવવા માટે શ્વાને પડકાર ફેંક્યો હતો અને ચતુરાઈથી બન્ને બચ્ચા ભાગવામાં સફળ થયા હતા. ત્યારબાદ સિંહોને અચરજમાં મૂકી શ્વાને પણ દોટ મુકી હતી. સિંહોએ પણ પીછો કરવાનો પ્રયાસ કર્યો. પણ ત્યાં સુધીમાં શ્વાને રફુચક્કર થવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર ઘટના ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને વિડિવો સોશ્યલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!