માલિકીની જમીન પર એજન્ટે ખોટા રેકર્ડ ઉભા કરી લોન મેળવી છેતરપિંડી આચરી

On: January 5, 2022 4:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

દિયોદર,મહેસાણા,તા.4

દિયોદર તાલુકાના વખા ગામે માલિકીની જમીન પર  એજન્ટ દ્વારા ૩.૨૦ લાખની લોન  લીધી હતી. ખેડૂત અભણ હોવાથી   વચેટીયા એજન્ટોએ ખોટા રેકર્ડ ઉભા કરી ૩૨ લાખનુ
ધિરાણ મેળવી ખેડૂત સાથે છેતરપીંડી કરવામાં આચર્યાનો કિસ્સો  બહાર આવતાં ખેડૂતના પગ તળેથી જમીન સરકી જતાં
હકબક થઈ ગયો છે. આ અંગે જમીન માલિક ખેડૂતે 
દિયોદર પોલીસ મથકે તેમજ જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા રજુઆત કરી છે.

દિયોદર તાલુકાના વખા ગામે રહેતા ઠાકોર રમેશજી રાશિજી જે
પોતાની માલિકીની જમીન ધરાવે છે. તેમણે તારીખ ૧૮/૨/૨૦૧૯ ના રોજ આઈ સીઆઈસીઆઈ બેંક
દિયોદર શાખામાં લોન માટે અરજી તથા એકરારનામાના આધારે નમૂના નંબર ૭માં તારીખ
૨૭/૨/૨૦૧૯ના રોજ નોંધ પાડી અને જે નોંધ પ્રમાણિત થતા ૩ લાખ ૨૦ હજાર રૃપિયાની
લોનમંજુર કરાવી હતી.  જેમાં ૨ લાખ ૫ હજાર
રૃપિયા ઉપાડેલ હતા. જો કે
,
એજન્ટ ચદુજી ટાકોર રહે.કંથેરીયા તાલુકો કાંકરેજવાળાનાએ  જમીનના માલિક અને  વારસ દારો અભણ હોઈ તેનો લાભ લઇ ૧૮/૨/૨૦૧૯ના રોજ
એકરાર નામા તથા લોન અરજીમાં ૩ લાખ ૨૦ હજારને બદલે ૩૨ લાખનું ધિરાણ મેળવવા માટે
ખોટાં રેકર્ડ ઉભા કરી અને તેના ે સાચા તરીકે ઉપયોગ કરી લોન ઉપાડી હતી. જેનો બોજો
ખેડૂત માલિક પર પડયો હતો. આ બાબતે  જમીન
માલિકને જાણ થતાં કસૂરવાર સામે કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા અને
દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં રજુઆત કરી છે.

જમીન માલિકનો ત્રણ ઉપર ગંભીર આક્ષેપ

વખાના ખેડૂતે  લોન
લેવા માટે એજન્ટ ચંદુજી તથા આઇસીઆઇ સી બેકના લોન મેનેજર તથા મેનેજર ની મિલી ભગતીથી
મારી જમીનના ખોટા રેકર્ડ ને સાચા ઠેરવી લોન મંજુ ર કરી છે તેવો ખેડૂતે આક્ષેપ કરતા
ખળભળાટ મચી ગયો છે.  આ બાબતે ખેડૂતને કોઇ
પણ જાતની જાણ કરેલ નહતી.  

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!