[ad_1]
પાલનપુર,તા.4
પાલનપુર ડાયરેક્ટર જન સંસ્થામાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ
બજાવતા કામના આરોપીને તેમના નિયંત્રણ અધિકારી હોય તેમને નોકરીમાં હેરાન ગતિ નહીં
કરવા તેમજ પગાર નિયમિત ચૂકવણી કરવા ૨૦,૦૦૦ રૃપિયાની
માગણી કરતા ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કરતા સંસ્થામાં કરાર આધારિત નરોત્તમભાઈ
મહાદેવભાઇ પ્રજાપતિને પાટણ એસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માં પાટણ એસીબીએ જન શિક્ષણ
સંસ્થાન ની કચેરી ઢૂંઢીયાવાડીમાં કરાર આધારિત જન શિક્ષણ સંસ્થા કેન્દ્ર સરકારની
નાણાકીય સહાય આધારિત સંસ્થામાં નરોત્તમભાઈ પ્રજાપતિને પાટણ એસીબીએ ઝડપી પાડયા
છે.જોકે કામના ફરીયાદી કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પર આઘારીત જન શિક્ષણ
સંસ્થામાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોય આ કામના આરોપી તેમના નિયંત્રણ
અધિકારી હોઇ તેમને નોકરીમાં હેરાનગતિ નહી કરવા તેમજ પગારની નિયમિત ચૂકવણી કરવા
રૃપિયા ૨૦,૦૦૦ ની
લાંચની માંગણી કરેલ જે આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક
કરતા તેઓની ફરિયાદ આધારે કરવામાં આવેલ ટ્રેપ દરમ્યાન આ કામના આરોપી રૃપિયા ૨૦,૦૦૦ ની લાંચ લઈ
પકડાઈ જતા એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link






