વડોદરામાં ચાઈનીઝ દોરી અને ફાનસનું ગેરકાયદે વેચાણ રોકીને પગલાં ભરવા કલેકટર સમક્ષ રજૂઆત

On: January 4, 2022 2:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ચાઈનીઝ દોરી અને માંજો માનવી અને પંખીઓ માટે ઘાતક

– પર્યાવરણને પણ નુકસાન કરે છે

વડોદરા, તા. 04 

ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે અને હાલ પતંગ બજારમાં પતંગનું અને  ધારદાર દોરીનું વેચાણ શરૂ થયું છે, ત્યારે ખાસ તો શહેરમાં ચાઈનીઝ દોરી અને ફાનસનું વેચાણ રોકવા માટે માગણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીએ જિલ્લા કલેકટરને આ અંગે આવેદનપત્ર સુપરત કરીને જણાવ્યું છે કે ચાઈનીઝ દોરી અને ફાનસ લોકો અને પંખીઓ માટે એક સરખા ઘાતક અને નુકશાન કર્તા તેમજ જીવલેણ છે. ચાઈનીઝ માંજો કાચ અને ધાતુ સહિતના નાયલોન અથવા સિન્થેટિક દોરા  ઉપર રંગવામાં આવે છે, જેના કારણે તે ખૂબ જ ધારદાર બની જાય છે. તેનાથી ચામડી, ગળું ,આંગળીઓ વગેરે એક ઝટકામાં કપાઈ જાય છે .વળી, આ વીજ વાહક અને નોન બાયોડીગ્રેડેબલ હોય છે, આમ તે પર્યાવરણ માટે પણ જોખમી છે. આ વસ્તુઓના વેચાણ પરના પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારને 5 વર્ષની જેલ, એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને સજા થઈ શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે 2016માં ચાઈનીઝ માંજા પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાત હાઈકોર્ટે પણ આવા પ્રતિબંધ સાથે હુકમ કરેલો છે. શહેરમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી, માંજો અને ફાનસ વેચાતી હોય ત્યારે તેની તપાસ કરી વેચાણ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!