ભીમરાડની હોટલમાં રૂમ ભાડે લઇ ધમધમતું જુગારધામઃ 7 ઝડપાયા

On: January 4, 2022 5:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– રિલેક્સ ઇન હોટલમાં દરોડા, રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર

ભીમરાડ કેનાલ રોડની હોટલ રિલેક્સ ઇનમાં ખટોદરા પોલીસે દરોડા પાડી ભાડાનો રૂમ લઇ જુગારધામ ચલાવનાર સહિત 7 ને ઝડપી પાડી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

ખટોદરા પોલીસે બાતમીના આધારે ભીમરાડ કેનાલ રોડ સ્થિત મેસીમો કોમ્પ્લેક્ષમાં આવેલી હોટલ રિલેક્સ ઇનના રૂમ નં. 415 માં દરોડા પાડયા હતા. જયાંથી હોટલમાં રૂમ ભાડે લઇ જુગારધામ ચલાવનાર વિશાલ કનૈયાલાલ શાહ (ઉ.વ. 28 રહે. સી 03, રાજેશ્વર પ્લાઝા, બીઆરસી મંદિર સામે, ઉધના) ઉપરાંત જુગાર રમવા આવનાર રમેશ દીપચંદ જૈન (ઉ.વ. 37), મોબાઇલના દુકાનદાર ભાવેશ રોશનલાલ જૈન (ઉ.વ. 30), લક્ષ્મણ બાબુરાવ પાટીલ (ઉ.વ. 37), મુકેશ વિશ્વાસ સોનવણે (ઉ.વ. 26), એલઆઇસી એજન્ટ ગણેશ સુરેશ ચૌધરી (ઉ.વ. 35) અને સંદીપ પ્રેમચંદ ચૌધરી (ઉ.વ. 32, 84, વિજયનગર, ઉધના) ને ઝડપી પાડયા હતા. પોલીસે આ તમામની અંગ જડતી લેતા રોકડા રૂ. 46,230, મોબાઇલ 7 નંગ કિંમત રૂ. 87,000 અને જુગારના દાવ પરની રોકડ મળી કુલ રૂ. 1,36,230 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!