[ad_1]
પાટણ તા.3
પાટણ તાલુકાના બોરસણ ગામે રોયલ મારવાડી હોર્સ સોસાયટી
પાટણ દ્વારા રોયલ મારવાડી અશ્વ બ્રિડ
શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી ૨૫૦થી વધુ અશ્વ
પાલકોએ ભાગ લીધો હતો. જાતવાન અને સુંદરતામાં અગ્રેસર એવા અશ્વોને નિહાળવા સમગ્ર ઉતર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં
અશ્વ પાલકો અને શોખીનો ઉમટયા હતા.
બોરસણ ગામે વિકી અશ્વ ફાર્મ ખાતે યોજાયેલ આ અશ્વ શો ચાણસ્મા તાલુકાના સરદારપુરા ગામના રિતેશ કુમાર
મોતીભાઈ દેસાઈના દિલરાજ નામના અશ્વનો સ્ટોલિયન બીડ શો કેટેગરીમાં પ્રથમ નંબર આવ્યો
હતો.જે બદલ પ્રથમ નંબર મેળવનારને ૧૧ હજાર રૃપિયા,ટ્રોફી,
અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.જ્યારે હાદક મોતીભાઈ દેસાઈની
રુક્ષમણી નામની ઘોડી કેટેગરીમાં બીજો નંબર મેળવ્યો હતો. આયોજક ફુલેસભાઈ દેસાઈના
જણાવ્યા મુજબ આ દાંત વછેરા અને વછેરીમાં ,બે દાંત
વછેરા અને વછેરો મોટી ઘોડી, ઘોડા (સ્ટેલિયન)
સહિત ૬ કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં
મહત્વની ગણાતી સ્ટેલિયન શોમાં સરદારપુરા ગામનો દિલરાજ નામનો અશ્વ પ્રથમ નંબર આવ્યો
હતો.
[ad_2]
Source link






