અરવલ્લી જિલ્લામાં 18 હજારથી વધુ બાળકોને રસીથી રક્ષિત કરાયા

On: January 4, 2022 2:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 3

અરવલ્લી જિલ્લામાં ૩ જાન્યુઆરીને સોમવારના રોજ ૨૫૮ થી વધુ
સેન્ટરો ઉપરથી   ૧૫ થી ૧૮ વર્ષના
કિશોર-કિશોરીઓને કોવીડ-૧૪૯ રસી પૂરી પાડવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. અરવલ્લી જિલ્લા
આરોગ્ય વિભાગની ૨૮૧ ટીમો અને ૮૦૦થી વધુ કર્મીઓના એક સાથેના સહીયારા પ્રયાશમાં હાથ
ધરાયેલી આ રસી ઝુંબેશના પ્રથમ દિવસે જિલ્લામાં ૧૮ હજારથી વધુ ને રસી થી રક્ષિત
કરાયા હતા.

રાજયમાં ૩જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોર-કિશોરીઓને
કોવેકસિન રસી પૂરી પાડવાનો નિર્ણય લેવાયો હતો.અરવલ્લી જિલ્લા કલેકટર
ર્ડા.નરેન્દ્રકુમાર મીણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તીવેટીયાના માર્ગદર્શન
હેઠળ સોમવારના રોજ સવારથી આ રસીકરણ ઝુંબેશ જિલ્લાભરમાં હાથ ધરાઈ હતી. જિલ્લાની ૩૬૨
શાળાઓ
,આઈટીઆઈના તાલીમ કેન્દ્રો અને આઈસીડીએસના કેન્દ્રો ઉપર હાથ
ધરાયેલા આ રસીકરણ ઝુંબેશમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.આર.જી. શ્રીમાળી
,
સીડીએચઓ ર્ડા.એ.બી. પટેલ, એડીએચઓ અને રસીકરણ
ઝુંબેશના નોડલ ઓફીસર ર્ડા.કૌશલ પટેલ અને એપેડેમિક ઓફીસર ર્ડા.પ્રવીણ ડામોર સહિતના
અધિકારીઓ જોડાયા હતા અને દિવસભરની રસી કરણ ઝુંબેશમાં બપોરે ૪ કલાક સુધીમાં
જિલ્લામાં ૯૧૮૮ યુવકો અને ૮૭૫૪ યુવતીઓ મળી કુલ ૧૭૯૪૨ યુવક યુવતીઓને રસી પૂરી પાડી
રક્ષિત કરાયા હતા.

પ્રથમ દિવસે જ જિલ્લામાં ૧૮૦૦૦ દ્વારા વધુને રસી પૂરી પાડી
ઝુંબેશને આરોગ્ય વિભાગે તેજ બનાવી છે. ત્યારે આગામી પાંચ દિવસ દરમ્યાન હાથ ધરવામાં
આવનાર આ ઝુંબેશમાં કુલ ૬૪ હજારથી વધુ યુવક- યુવતીઓને રસી પૂરી પડાશે એમ નોડેલ
ઓફિસર ર્ડા.કૌશલ પટેલે જણાવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!