કોવિડના નિયમોનો ભંગ કરતી સ્કુલ-કૉલેજ, ટયુશન ક્લાસીસ સામે આકરા પગલાં ભરાશે

On: January 3, 2022 9:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


મોટાભાગની સંસ્થાઓમાં નિયમપાલન થતું ન  હોવાથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યાનું મ્યુનિ.નું
નિરીક્ષણ ઃ કાર્યવાહીની સૂચના અપાઇ

        સુરત,

સુરતના કોરોનાના
કેસમાં વિદ્યાર્થીઓની સતત વધતી જતી સંખ્યા વાલીઓ સાથે તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની
ગઈ છે.  વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધવા પાછળ કેટલીક
સ્કુલ અને ટયુશન ક્લાસીસમાં નિયમોનું પાલન થતું હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે
પાલિકા તંત્ર આગામી દિવસોમાં  જે સ્કુલ અને
કા કોલેજ કે ટયુશન ક્લાસીસ કોવિડના નિયમોનો ભંગ કરે છે તેની સામે આકરા પગલાં ભરવા માટે
તૈયારી કરી રહી છે.

સુરતમાં છેલ્લા કેટલાક
દિવસથી ચિંતાજનક રીતે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. સુરતમાં વિદ્યાર્થીઓને
વેક્સીનની શરૃઆત થઈ ચુકી છે પરંતુ કેટલાક વિદ્યાર્થી તો 15 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવે
છે તે ચિંતાનો વિષય બની ગયો છે. વિદ્યાર્તીઓમાં સંક્રમણ વધવા પાછળ સ્કુલ અને ટયુશન
ક્લાસીસ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. મોટા ભાગની સ્કુલોમાં નિયમોનું પાલન થાય છે
પરંતુ કેટલીક સ્કુલમાં યોગ્યી રીતે કોવિડના નિયમોનું પાલન થતું નથી.

જોકે, સુરતમાં ચાલતા
મોટા ભાગના ટયુશન ક્લાસીસમાં કોવિડના નિયમોનું ઉલંઘન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને સોશ્યલ
ડિસ્ટન્સ કે   માસ્કના નિયમોનું પાલન થતું નથી.
જે સ્કુલ એ ટયુશન ક્લાસીસમાં માસ્કના નિયમોનું પાલન થતું નથી તેની સામે કોઈ આકરાં પગલાં
ભરવામાં આવ્યા ન હોય સંક્રમણ વધી રહ્યું છે. મોડે મોડે સ્કુલ અને  ટયુશન ક્લાસીસમાં કોવિડના નિયમોનું ઉલંઘન દેખાતા
આરોગ્ય વિભાગને તાકીદ કરી અને કોવિડના નિયમોનો ભંગ કરતાં સ્કુલ અને ટયુશન ક્લાસીસ સામે
આકરાં પગલાં ભરવા માટે જણાવ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!