સાવલીના લાપતા યુવકની મહીસાગર બ્રિજ પરથી બાઈક મળતા નદીમાં શોધખોળ

On: December 31, 2021 6:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 31 ડિસેમ્બર

વડોદરા નજીક મહિસાગર નદીના બ્રીજ પરથી બિનવારસી હાલતમાં મળેલી બાઈક સાવલીના ગુમ થયેલા યુવકની હોવાનું ખુલતા ફાયર બ્રિગેડ નદીમાં શોધખોળ હાથ ધરી છે.

સાવલીના મોકસી ગામે રહેતો અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો 19 વર્ષીય સત્યજીત નામનો યુવક ગઈકાલે રાતે ઘેરથી બાઈક નીકળ્યા બાદ લાપતા થયો હતો.

કોઇપણ જાતનો ઝઘડો કે મનદુઃખ થયું નહીં હોવા છતાં યુવક મોડી રાત સુધી નહીં મળતા પરિવારજનો અને મિત્રો વર્તુળોએ શોધખોળ કરી હતી. યુવકનો મોબાઈલ પણ બંધ આવતો હોવાથી પરિવારજનો ગભરાયા હતા.

દરમિયાનમાં મહીસાગર બ્રિજ પર થી ગુમ થયેલા યુવકની બાઇક બિનવારસી હાલતમાં મળી આવતા શંકા-કુશંકાઓ થઇ હતી. યુવકના પિતાના મિત્ર બંટી પટેલે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે બોટ સાથે નદીમાં શોધખોળ શરૂ કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!