Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કોરોના વિસ્ફોટ, એક પરિવારના ચાર સહિત 10 વ્યક્તિ સંક્રમિત

On: December 30, 2021 11:43 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– 30 દિવસમાં ભાવનગરમાં કોરોનાના 56 કેસ નોંધાયા

– ચાર દર્દીની બોમ્બે, બિહાર, અમદાવાદ અને મહુવાની ટ્રાવેલ હિસ્ટ્રી

ભાવનગર : શહેરમાં ૨૬ દિવસ બાદ કોરોનાનો ફરી વિસ્ફોટ થયો છે. એક જ પરિવારના ચાર સભ્ય મળી ૧૦ વ્યક્તિ કોરોનાના સકંજામાં સપડાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરમાં ધીમી ગતિએ પણ કોરોનાના કેસ વધવા માંડયા છે. જે લોકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. પાછલા ૩૦ દિવસમાં જ ભાવનગરમાં કોરોનાના કેસ ૫૬ નોંધાઈ ચુક્યા છે. જે બીજી લહેર બાદ સૌથી વધુ છે.

ભાવનગરમાં કોરોનાના કેસમાં આજે રોકેટગતિનો ઉછાળો આવ્યો છે. છ મહિલા અને ચાર પુરૂષ મળી કુલ ૧૦ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આજે કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે. તે શહેરના હિલડ્રાઈવ, ઈસ્કોન, ગીતાચોક અને દેવરાજનગર વિસ્તારના દર્દીનો સમાવેશ થાય છે. ગીતાચોકમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ન હોવા છતાં કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે અન્ય ચાર દર્દીની બોમ્બે, બિહાર, અમદાવાદ અને મહુવાની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે. ઉલ્લેખનિય છે કે, ગત ૪ ડિસેમ્બરના રોજ ૧૧ કેસ નોંધાયા બાદ કોરોનાના દર્દીનો આંકડો આજે ડબલ ફિગરમાં પહોંચ્યો છે. વધુમાં નવા ૧૦ દર્દી સાથે શહેરમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા ૨૧ થઈ છે. જિલ્લામાં આજે નવો એક પણ કેસ નોંધાયો નથી. હાલ બે દર્દી સારવાર હેઠળ છે.

મહિલાઓમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું

ભાવનગર શહેરમાં અગાઉ પુરૂષોમાં કોરોનાના કેસ વધુ જોવા મળતા હતા. પરંતુ ડિસેમ્બર માસમાં મહિલાઓમાં પણ કોરોનાનું ચિંતાજનક રીતે સંક્રમણ વધ્યું છે. શહેરમાં ૧લી ડિસેમ્બરથી ૩૦મી ડિસેમ્બર સુધીમાં ૫૬ કેસ નોંધાઈ ચુક્યા છે. તેમાં ૩૩ કેસ પુરૂષ અને ૨૩ કેસ સ્ત્રીમાં સામે આવ્યા છે. આજે પણ પુરૂષોની તુલનામાં કોરોના પોઝિટિવ થયેલા દર્દીમાં સ્ત્રીની સંખ્યા વધુ રહી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!