Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ખેડા જિલ્લામાં કોરોનાના નવા સાત પોઝિટિવ કેસ બહાર આવ્યા

On: December 30, 2021 10:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ઓમિક્રોન વેરિઅન્ટના તમામ દર્દી સાજા થતાં રાહત

– નડિયાદ શહેર-તાલુકાના ચાર પુરૂષો અને ત્રણ મહિલાઓ કોરોનામાં સપડાઇ

નડિયાદ : ખેડા જિલ્લામાં બે દિવસથી ઓમિક્રોનની સાથે કોરોનાએ પણ ઉથલો મારતા કેસોમાં રોકેટ ગતિએ વધારો થઇ રહ્યો છે ત્યારે ગુરૂવારે જિલ્લામાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે અને ઓમિક્રોનના તમામ દર્દી સાજા થતાં આરોગ્ય વિભાગને હાશકારો થયો છે. 

ગત રોજ જિલ્લામાં કોરોનાના એક સાથે ૨૪ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો ત્યારે ખેડા જિલ્લામાં આજે કોરોનાના વધુ સાત કેસ નોંધાયા છે. જેમાં અલીન્દ્રામાં ૫૦ વર્ષનો પુરૂષ, ૩૭ વર્ષીય મહિલા (રહે.નડિયાદ વૈભવ ટેનામેન્ટ), ૭૪ વર્ષી પુરૂષ (રહે. લક્ષ્મીવિલા સોસાયટી,નડિયાદ), વડતાલમાં ૭૩ વર્ષી પુરૂષ, વાણિયાવાડ નડિયાદમાં ૬૦ વર્ષીય મહિલા તેમજ ૬૪ વર્ષના પુરૂષ અને અન્ય એક કેસ મળી ચાર પુરૂષ અને ત્રણ મહિલા કોરોનામાં સપડાઇ છે.  આજ સુધીના કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૦,૫૧૪ થયો છે. આજે ૧,૬૦૭ સેમ્પલ લેવાયા હતા જે તમામના રિઝલટ પેન્ડિંગ છે, જ્યારે ૪૬૬૯ લોકોએ રસી લીધી છે. આ સાથે જિલ્લામાં કુલ ૩૦,૨૬,૨૯૨ લોકોએ રસી લીધી છે. જિલ્લામાં ૪૦ એક્ટિવ કેસ પૈકી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં છ જ્યારે ૩૪ હોમ આઈસોલેશન હેઠળ સારવાર હેઠળ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!