[ad_1]

– નાનપુરા અડાગરા મહોલ્લામાં 198 બોટલ પકડાઈ
– ધર્મેશ ઉર્ફે ધમો વોન્ટેડ, માતાની ધરપકડ : હોમ ડીલીવરી કરાતી હતી
સુરત, : સુરતના નાનપુરા અડાગરા મહોલ્લાના એપાર્ટમેન્ટમાંથી હત્યા કેસમાં જામીન છૂટી યુવાને થર્ટી ફર્સ્ટ મંગાવેલો રૂ.1 લાખનો દારૂ પકડાયો હતો. તેની માતાની ધરપકડ કરાઈ છે. ફોન પર ઓર્ડર લઈને ગ્રાહકોને હોમ ડિલિવરી કરતી હતી.
પીસીબીના એએસઆઈ સંતોષ સાહેબરાવ અને કોન્સ્ટેબલ શૈલેષભાઈને મળેલી બાતમીના આધારે પીસીબીએ રવિવારે સાંજે નાનપુરા સેન્ટ્રલ બેંકની ગલી અડાગરા મહોલ્લો સ્વીટ હોમ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નં.બી/02 માં રેઇડ કરી ત્યાંથી રૂ.1,00,080 ની મત્તાની વ્હીસ્કી અને રમની 198 બોટલ સાથે શૈલાબેન હીરાભાઇ ચૌધરી ( ઉ.વ.45 ) ની ધરપકડ કરી હતી. પીસીબીએ દારૂ ઉપરાંત મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,05,080 નો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો થર્ટી ફર્સ્ટ માટે મંગાવનાર શૈલાબેનના પુત્ર ધર્મેશ ઉર્ફે ધમોને વોન્ટેડ જાહેર કર્યો હતો. ધર્મેશ ઉર્ફે ધમો મજૂરાગેટ વિસ્તારમાં થયેલા ડબલ મર્ડરમાં ઝડપાયો હતો અને હાલ જામીન પર છૂટ્યો છે.

ધર્મેશ ઉર્ફે ધમો નાના પાયે દારૂનું વેચાણ કરે છે. પરંતુ થર્ટી ફર્સ્ટ નિમિતે તેણે દારૂનો મોટો જથ્થો મંગાવી ઘરમાં છુપાવ્યો હતો અને તેની માતા છૂટક વેચાણ કરતી હતી. જોકે, ધર્મેશ ઉર્ફે ધમો મોટાભાગના દારૂનો ઓર્ડર મોબાઈલ ફોન પર લઈ હોમ ડીલીવરી કરતો હતો. ધર્મેશ ઉર્ફે ધમોના પિતા વિકલાંગ છે અને તે સ્ટેટ બેંક પાસે તરોપાની લારી લઇ વેચાણ કરે છે. પીસીબીએ દારૂ અંગે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link






