[ad_1]

વડોદરા, તા. 27 ડિસેમ્બર
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં પીસીબી પોલીસની ટીમે દરોડો પાડી ઘરેલું ગેસના બોટલોમાં રિફીલિંગ કરી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી છ આરોપીઓની અટકાયત કરી વજન કાંટો, 44 જેટલા ગેસના બોટલ, રીફિલિંગનો સામાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેરમાં ઘરેલું ગેસના બોટલમાં રીફલિંગ કરી ગેસ ચોરીના અનેક કિસ્સા પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમ છતાં હજુ પણ આ પ્રવૃત્તિ ઉપર સદંતર અંકુશ આવ્યો નથી. આજે વધુ એક વખત પોલીસે વારસિયાના આવેલા મધુ નગરમાં છાપો મારી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આરોપીએ જણાવ્યું હતું કે, કમ્પનીના ગોડાઉનમાંથી ઇન્ડેન ગેસના બોટલો લાવ્યા બાદ આ સ્થળે પાઇપ વડે ગેસ રીફિલિંગ કરવામાં આવતું હતું. ગેસ રીફિલિંગની પ્રક્રિયામાં 09 બોટલો માંથી 10 બોટલ બનાવવામાં આવે છે. અને આ પ્રકારે ઉભા થતા વધારાના બોટલ ઈમરજન્સીમા ઉભા થયેલા ગ્રાહકોને બ્લેકમાં ભટકાડી દેવાય છે.
[ad_2]
Source link






