[ad_1]

– જેલની હોસ્પિટલના તબીબને ગાળો ભાંડી પતાવી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ અંગે એક કેદી સામે ફરિયાદ
જામનગર, તા. 24 ડિસેમ્બર
જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે ચડી છે, અને એક કેદીએ પોત પ્રકાશ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. જી.જી. હોસ્પિટલના તબીબ ને કેદીએ ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ પેદા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કેદી નો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરની જિલ્લા જેલમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગર જીલ્લા જેલમાં એમબીબીએસ ડોક્ટર તરીકે ફરજ બજાવતા જન્મેજયસિંહ જાડેજા પોતાની ફરજ પર હોય ત્યારે જેલમાં રહેલા દુષ્કર્મ કેસના આરોપી જહાંગીર યુસુફ ખફીને હાડકાની તકલીફ હોય તે સંદર્ભે આરોપીએ જી.જી. હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવા માટે ડોક્ટરને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને તમને જોઈ લઈશ તેમ કહી ધમકી ઉચ્ચારી તબીબની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી.
જેથી તબિબ જન્મેજયસિંહ જાડેજા દ્વારા સમગ્ર મામલાને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. ત્યાં કેદી જહાંગીર યુસુફ સામે ફરિયાદ નોંધાવતાં સીટી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ ૧૮૬, ૫૦૪ અને ૫૦૬-૨ મુજબનો ગુનો નોંધ્યો છે, અને જામનગરની અદાલતમાં થી આરોપી કેદી નો કબજો સાંભળવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરની જિલ્લા જેલમાં કેદી ના હંગામાને લઈને અન્ય કેદીઓ માં ભારે ચકચાર જાગી છે.
[ad_2]
Source link






