સરપંચની ચૂંટણીમાં જીત મામલે તકરારમાં બોલાચાલી થતાં બે પક્ષો વચ્ચે મારામારી

On: December 24, 2021 3:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

બાયડ,તા. 23

 બાયડ તાલુકામાં ગ્રામ
પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ ઉમેદવારો વચ્ચે 
તકરારની ઘટનાઓ સામે આવી છે. જેમાં  પ્રાંતવેલ
ગામે સરપંચના ઉમેદવાર હારી જવા મુદ્દે બે પક્ષો વચ્ચે ગાળો બોલવાની તકરારમાં મારામારી
થઇ હતી અને બંને પક્ષોએ સામ – સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

મુકેશભાઈ કિરણભાઈ કાંનાભાઈ પગી ફરીયાદ અનુસાર તા.૨૨-૧૨-૨૦૨૧  ને સાંજના સુમારે જશીબેન દુધ ભરવા માટે ગયા હતા
ત્યારે લીલાબેન
, સવિતાબેન, ભાવનાબેન, મનિષાબેન, દુધ ભરવા ગયા હતા
ત્યારે લીલાબેન ને જશીબેન કહેવા લાગેલ કે સરપંચ જીત થઈ છે અને દુધની ડેરી પણ બંધ કરાવી
દેશું તેમ કહી લીલાબેનને ગાળો બોલવા લાગ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ
જઇને બુમાબમ કરવા લાગ્યા હતા. તેમજ દિલીપભાઈ
,
જયંતીભાઈ, જયરાજભાઈ, સીતાબેન, નટુભાઈ સહિત દુધ મંડળી
આગળ આવી ગયેલા હતા જશીબેનને  ગાળો બોલવા લાગેલા
હતા કહેવા લાગેલ કે એકલ – દોકલ મળશો તો તમને જાન થી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

સાઠંબા પોલીસે મુકેશભાઈ કિરણભાઈ કાંનાભાઈ પગી  (રહે.પ્રાંતવેલ) ફરીયાદ નોંધી લીલાબેન જયંતીભાઈ
પરમાર
, દિલીપભાઈ
રણજીતભાઈ ખાંટ
, રાજેન્દ્રભાઈ
રણજીતભાઈ ખાંટ
, અલ્કાબેન
રાજેન્દ્રભાઈ ખાંટ
, સુખીબેન દિલીપભાઈ
ખાંટ
, જયંતીભાઈ
સાલુભાઈ ખાંટ સહિત ૨૪ વ્યકિત  સામે ગુનો નોંધી
આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે સામે પક્ષે લીલાબેન જયંતીભાઈ શાલુભાઈ પરમાર ફરીયાદ અનુંસાર
તા.૧૯-૧૨-૨૦૨૧ ના રોજ ગ્રામ પંચાયતની સરપંચ ની ચુંટણી હોય તેની મતગણતરી વાત્રક ખાતે
યોજાઈ હતી. મતગણતરી જોવા માટે વાત્રક ખાતે ગયા હતા તે વખતે તકરાર થઇ હતી. જેથી સાંજના
સુમારે સવિતાબેન
, ભાવનાબેન, મનિષાબેન, ગામની દુધ મંડળીમાં
દુધ ભરવા ગયા હતા ત્યારે જશીબેન દુધ ભરવા ગયા હતા ત્યારે ભાનુમતીબેન વોટ આપી જીતાડેલ
છે. તેમ કહી મને તથા સવિતાબેન
,
ભાવનાબેન, મનીષાબેન
ઉપર ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો બોલવા લાગેલા હતા જશીબેન જોર જોર થી બુમો પાડતા ઘર તરફ
જતા રહેલા હતા.

ત્યારે સુરેશભાઈ,
ગણપતભાઈ, સુધાબેન, નિરૂબેન, શંકુન્તલાબેન, સંગીતાબેન, સુધાબેન, બુધાભાઈ, ઉષાબેન, ભુનાબેન સહિત ૨૫ વ્યકિત
ગાળો બોલતા હતા શકુન્તલાબેન તથા સંગીતાબેન ઘર આગળ બળતણના નીલગીરીના લાકડા વડે હુમલો
કર્યો હતો. તેમજ ભાનુમતી ખાંટને મત આપી જીતાડેલ છે તેમ કહી તમામ માણસોએ ચુંટણીની અદાવત
રાખી એક સંપ થઈ આવી જઈ ઉપર હુમલો કરી ગાળો બોલી તમામ ઝઘડો કરી ગુનો કર્યો છે.

સાઠંબા પોલીસે લીલાબેન જયંતીભાઈ શાલુભાઈ પરમાર (રહે.પ્રાંતવેલ)
ફરીયાદ નોંધી હતી. જેમાં જશીબેન કાનાભાઈ પગી
,
સુરેશભાઈ રંગુભાઈ પગી,
ગણપતભાઈ ભલાભાઈ ખાંટ સહિત ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!