Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે ૧૧૮૨ લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

On: December 15, 2021 8:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પોલીસ દ્વારા જાહેરનામાની ચુસ્ત અમલ કરવવા માટેની કવાયત: ફુલ ૪૧૯ હથીયારો પોલીસ મથકમાં જમા થયા

જામનગર તા. 15 ડિસેમ્બર,

જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ૧૯મી ડિસેમ્બરે યોજાવા જઇ રહી છે, ત્યારે સમગ્ર જીલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને જાહેર નામની ચુસ્તપણે અમલવારી થાય તેના ભાગરુપે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે, અને સમગ્ર જિલ્લામાંથી ૧૧૮૨ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, ઉપરાંત ૪૧૯ હથિયારો જુદા જુદા પોલીસ મથકોમાં જમા થયા છે.

જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની ૨૬૭ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે, જેને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા જાહેર નામાની અમલવારી ની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને સમગ્ર જિલ્લામાં શાંતિમય રીતે ચૂંટણી યોજાય તેમજ મતદાનની પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે અટકાયતી પગલાં લેવાનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં પંચકોશી એ ડિવિઝન માં ૯૭ લોકો સામે અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે  ૪૦ હથિયારો જમા કરાવાયા છે. જોડીયા પોલીસ સ્ટેશન દ્વારા ૮૨ ની અટકાયત કરાઈ છે, અને ૨૧ હથિયારો જમા કરાયા છે. કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા ૨૨ ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ૧૬ હથિયારો જમા લીધા છે.

જામજોધપુર પોલીસ સ્ટેશન દ્વારા ૧૮૯ લોકોની સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે, ઉપરાંત ૪૨ હથિયારો જમા કરાવાયા છે. મેઘપર  પોલીસ સ્ટેશન દ્વારા ૧૧૩ ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ૩૨ હથિયાર  જમા લીધા છે.

આ ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશન દ્વારા ૩૪ ની સામે અટકાયતી પગલાં ભરાયા છે, અને ૧૫ હથિયારો જમા કરાવાયા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ૧૨૦ ની અટકાયત કરી લેવાઇ છે, જ્યારે ૮૩ હથિયારો જમા થયા છે. શેઠ વડાળા પોલીસ

સ્ટેશનમાં ૬૭ ની અટકાયત અને ૩૭ હથિયારો જમા કરાયા છે. લાલપુર પોલીસ સ્ટેશન દ્વારા ૨૨૭ ની અટકાયત કરાઈ છે, જ્યારે ૬૪ હથિયારો જમા લેવાયા છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧૮૨ લોકોની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે ઉપરાંત ૪૧૯ હથિયારો જમા કરી લેવાયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!