Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત: લિંબાયતમાં ટેમ્પામાં કેટર્સના સામાન પર બેસેલા બે યુવાનને કરંટ લાગ્યો, એકનું મોત

On: December 13, 2021 10:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર

નવસારી થી લગ્ન પ્રસંગના ઓર્ડર માંથી પરત ફરતી વખતે લિંબાયતના મહાપ્રભુ નગર પાસે રવિવારે રાત્રે એક ટેમ્પો કેટર્સનો સામાન પર બેસેલા બે યુવાન મજૂરોને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાનનું મોત થયું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ રાજસ્થાનના અજમેરના વતની અને હાલમાં પાંડેસરામાં આશાપુરી ખાતે ગોવાલક નગર નજીક હીરા દર્શન સોસાયટીમાં રહેતા 52 વર્ષીય સલીમમુશરફ અબ્દુલહક ખાન, તેના 27 વર્ષીય પુત્ર મોહમંદ જુમન અને બીજો પુત્ર મોહમંદ શેરુ(ઉ – વ- 21) સહિત અન્ય મજુરો સાથે ગત તારીખ નવમીએ નવસારીના મરોલી રોડ પર લગ્ન પ્રસંગના ઓર્ડરમાં ગયા હતા. 

જોકે પ્રસંગ પુરો થતા રવિવારે રાત્રે ટેમ્પોમાં કેટરર્સનો સામાન મૂક્યો હતો અને ટેમ્પામાં અને સામાન ઉપર 8 થી 10 વ્યક્તિઓ બેસીને લિંબાયતમાં મયુરનગર ખાતેના કેટરર્સનો ગોડાઉનમાં આવવા નીકળ્યા હતા. તે વખતે ગોડાઉનની આગળની ગલીમાં વીજલાઈન વાયર કેટરર્સના સામાન ઉપર બેસેલો મોહમંદ જુમનને માથાના ભાગે અડી જતા કરંટ લાગતા નીચે પટકાયો હતો. જોકે જુમનની સાથે સુરેશ માળી નામના મજુરને પણ કરંટનો ઝટકો લાગ્યો હતો. જેના લીધે ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી.

મોહમદ જુમનને તાકીદે 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સલીમમુશરફે જણાવ્યું હતું કે ટેમ્પા ચાલકને ઉભા રહેવા માટે કહ્યું હતું છતાં તે ઊભો રહ્યો ન હતો. લોકોની ભીડનો લાભ ઉઠાવી ટેમ્પો ચાલક ભાગી ગયો હતો. મોહમદ જુમન મજુરી કામ કરતો હતો તેના પિતા અને ભાઈ છૂટક મજૂરી કામ કરે છે. આ અંગે લિંબાયત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!