વતનથી વાપસી નહી થતા હીરા ઉદ્યોગમાં હજુ 20 ટકા કારીગરોની અછત

On: December 9, 2021 9:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– દિવાળી પહેલાંની તેજીને કારણે નવા ખેલાડીઓ તેજીનો લાભ લેવા
માટે એકમો શરૃ કર્યા હોવાથી તેના લીધે પણ કારીગરોની ડિમાન્ડ

        સુરત

  દિવાળી પહેલાં હીરા બજારમાં ભારે તેજી હોવાને
કારણે એક મહિનાનું વેકેશન હોવા છતાં એકમો શરૃ થઈ ગયાં છે. જોકે આ તેજીનો લાભ લેવા
માટે બીજા નવાં એકમો પણ ઉમેરાયાં છે. કીન્તુ વતનથી કારીગરો પરત નહીં થયાં હોવાને
કારણે વીસેક ટકાની અછત છે.

દિવાળી
પછી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એકમ શરૃ થાય તે સાથે જ કારીગરોની અછત કારખાનેદારોને
સતાવતી હોય છે. આવું માત્ર આ વર્ષે જ નથી થયું. છેલ્લાં ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ
છે. દિવાળી વેકેશનની ઉજવણી માટે દર વર્ષે કારીગરો વતન જાય છે. પરંતુ પૂરેપૂરી
સંખ્યામાં પરત થતા નથી
, એમ એક કારખાનેદારે કહ્યું હતું.

જાન્યુઆરીના
એક મહિના પહેલાં કમુરતા શરૃ થાય તે સાથે જ ડિસેમ્બરની તા.
15મી આસપાસ કારીગરો
થવાનું શરૃ થાય છે. કારણ કે કમુરતાને કારણે લગ્નો પુરા થઇ જાય છે અને તે સાથે જ
રહ્યાંસહ્યાં-બાકી બચેલા કારીગરો પણ વતનથી પરત આવી જાય છે. ડિસેમ્બરની તા. ૧૫મીથી
ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એકમોમાં કારીગરોની સંખ્યા ફુલ થઈ જાય છે.

દિવાળી
પછી તરત કારીગરોની અછત સર્જાવાની બીજું એક કારણ એ પણ છે કે નવા મેન્યુફેક્ચરિંગ
એકમો ઉદ્યોગમાં ઉમેરાય છે. દિવાળી પહેલાંની તેજીને કારણે નવા ખેલાડીઓ તેજીનો લાભ
લેવા માટે એકમો શરૃ કરતા હોય છે અને આવી સંખ્યા અંદાજે
5-7 ટકા જેટલી હોય છે.
આને કારણે પણ કારીગરોની અછત અનુભવતી રહી છે.

કુશળ કારીગરો મેળવવા જાહેરાતનો સહારો
કારખાનેદારો લઇ રહ્યાં છે

કારીગરોની સમસ્યાને પહોંચી વળવા માટે કારખાનેદારો કુશળ
કારીગરો માટે જાહેરાતનો પણ આશરો લઇ રહ્યાં છે. દિવાળી પછી તેજીનો લાભ લેવા માટે
ડાયમંડ મેન્યુફેક્ચર્સ ઉપરાંત જવેલરી મેન્યુફેક્ચર્સને કારીગરોની જરૃર છે અને
છેલ્લાં
10-12 દિવસથી અખબારોમાં આ અંગેની જાહેરાતો દેખાઈ
રહી છે.

કારીગરોના પગાર 20થી 25 ટકા વધ્યા

હીરા
ઉદ્યોગમાં તેજી દિવાળી પહેલાંથી નથી. પરંતુ છેલ્લાં એક વર્ષથી હોવાને કારણે
કારીગરોના પગાર-ધોરણ ખૂબ જ વધી ગયું છે. છેલ્લા એક વર્ષમાં
20-25 કે 30-35 હજારનો પગાર મેળવતા કારીગરનો 20થી 25 ટકા વધી ગયો હોવાને કારણે કોઈને અસંતોષ નથી. અને અત્યારે કારીગરોની અછત હોવા
છતાં પગાર-મજૂરીના દરમાં વધારાનો મુદ્દો અસ્થાને છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!