તરસાલીમાં ગાંજો વેચતો આરોપી પકડાયોઃ ૬૬૬ ગ્રામ ગાંજો કબજે

On: December 2, 2021 9:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 વડોદરા,તરસાલી સુશેન રોડ પર બાઇક લઇને ઉભા રહી ગાંજો વેચતા આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે.

મકરપુરા પોલીસનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે, રફીક હનીફભાઇ મકરાણી (રહે.ઘાઘરેટિયા) તરસાલી સુશેન રોડ પર બાઇક લઇને ઉભો છે,અને માદક પદાર્થનું વેચાણ કરે છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા તરસાલી સુશેન રોડ પર આવેલા ઉનડદીપ એપાર્ટમેન્ટ પાસે બાઇક લઇને ઉભેલો રફીક મળી આવ્યો હતો.પોલીસે તપાસ કરતા તેની બાઇક પર લટકાવેલી થેલીમાંથી પ્લાસ્ટિકની નાની ૪૬ થેલી મળી આવી હતી.જેમાં ૬૬૬ ગ્રામ ગાંજો કિંમત રૃપિયા ૬,૬૬૦ નો મળી આવ્યો હતો.

જેથી,પોલીસે મોહંમદરફીક મોહંમદહનીફભાઇ મકરાણી (રહે.દાજી કાકાના મકાનમાં ભાડેથી,ઘાઘરેટિયા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે તેની પાસેથી ગાંજો,મોબાઇલ ફોન અને બાઇક મળીને કુલ રૃપિયા ૫૬.૦૦૫ નો મુદ્દામાલ કબજે લીધો છે.આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો? કોને આપવાનો હતો? કેટલા સમયથી ગાંજો વેચે છે? તે અંગે  તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!