[ad_1]
ભુજ,બુધવાર
રાજયમાં નિર્મિત સોલ્ટ ટેબલેટાથી સમગ્ર વિશ્વમાં શુધૃધ પાણી મળી રહ્યુ છે. એટલુ જ નહિં, આ ક્ષેત્રમાં ચીનને ભારત ટકકર આપી રહ્યુ છે. કોરોના કાળ બાદ સોલ્ટ ટેબલેટની માંગ વાધી છે. ત્યારે, દેશમાં માત્ર ગુજરાતના કચ્છમાં ત્રણ મેન્યુફેકચરર્સ સોલ્ટ ટેબલેટ(સોડિયમ કલોરાઈડ ટેબલેટ)નું નિર્માણ કરી રહી છે. કચ્છના આ ત્રણ મેન્યુફેકચરર્સ દર વર્ષે ૭ હજાર ટન ટેબલેટની નિકાસ કરે છે.
કોરોના બાદ ઘરેલુ બજારમાં પણ તેની માંગ વાધી છે. કોરોના પહેલા સોલ્ટ ટેબલેટની કોઈ ખાસ માંગ હતી નહિં. મધ્ય પૂર્વ, યુરોપમાં ઘણી માંગ છે. સોલ્ટ ટેબલેટનો ઉપયોગ હાર્ડ વોટરને સોફટ કરવા માટે કરવામાં આવે છે. સાઉદી અરબ, દુબઈ, બેહરિન, કતર સહિત મધ્યપૂર્વના દેશોની સાથસાથ બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઈટાલી સહિત યુરોપીય દેશોમાં ઘરો અને હોટેલ્સમાં વોટર ફિટેડ મશીનમાં આ ટેબલેટ ઉમેરવામાં આવે છે. માંસ, મચ્છીને વધુ સમય માટે રાખવા માટે આની જરૃરત પડે છે.
ભારતમાં બનેલ સોલ્ટ ટેબલેટની કિંમત લગભગ ૬ રૃપિયા પ્રતિ કિલો છે. જયારે ચીનમાં બનતી આ ટેબલેટની કિંમત ૯થી ૧૦ રૃપિયા પ્રતિ કિલો છે. ભારતનો સામાન સસ્તો બને છે. ટેબલેટ ૭થી ૧૫ ગ્રામ વજનની હોય છે. યુરોપ, મધ્ય પૂર્વ અને દક્ષિણ અમેરિકાના દેશોમાં પાણીમાં ખનીજો વધુ સાંદ્રણ હોય છે.ઉચ્ચ ગુણવતાવાળા મીઠાથી આ ટેબલેટ બનાવવામાં આવે છે. ધીરે ધીરે હવે દક્ષિણ અમેરિકામાં પણ તેની માંગ વાધવા લાગી છે. હાલ મધ્યપૂર્વમાં વધુ માત્રામાં નિકાસ થઈ રહ્યો છે.
કચ્છનું મીઠુ સમગ્ર વિશ્વમાં સૌથી શુધ્ધ
સમગ્ર વિશ્વમાં સૌથી વધુ શુધૃધ મીઠુ (૯૯ ટકા) કચ્છમાં મળે છે. વર્ષ-૨૦૦૮માં ભારતમાં આ ટેબલેટનું નિર્માણ શરૃ થઈ ગયુ હતુ. હવે તેમાં ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં માંગ વાધી રહી છે. આ ક્ષેત્રમાં ભારત દેશ ચીનને ટકકર આપી રહ્યો છે.
હાર્ડ વોટરથી ચામડીના રોગની ફરિયાદ
હાર્ડ વોટરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમની માત્રા વધુ હોય છે. જેને કારણે ચામડીના રોગ, પાથરી ઉપરાંત વાળ ઉતરવા તાથા શરીરમાં ખંજવાળ વગેરેની ફરિયાદ થાય છે.
[ad_2]
Source link






