Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કાયદેસરના ડ્રેનેજ જોડાણ કાપવાના મુદ્દે પૂર્વ ઝોન મ્યુનિ.કચેરીમાં ધરણા

On: November 29, 2021 9:43 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.29 નવેમ્બર 2021,સોમવાર

પૂર્વ ઝોનમાં મ્યુનિ.કચેરી ખાતે સોમવારે  કોર્પોરેટરોની આગેવાનીમાં વેપારીઓ સહિતના આગેવાનોએ સોમવારે ધરણા-સૂત્રોચ્ચર કરીને પ્લે કાર્ડ દર્શાવીને ઝોનમાં ડ્રેનેજ જોડાણો કાપવાની નીતિનો વિરોધ કર્યો હતો.  એસ્ટેટોમાં કાયદેસરના જોડાણ પણ આડેધડ કાપી નાંખવામાં આવી રહ્યા છે જેને લઇને ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને આ અન્યાય બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

વિરાટનગર ખાતે આવેલી મ્યુનિ.કચેરીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ હંગામો મચાવ્યો હતો. ડ્રેનેજ જોડાણની નીતિ નક્કી કરવામાં આવે તેવી માંગણી સાથે તેઓએ કચેરીના પ્રાંગણમાં જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા.

૩૫ થી ૪૦ વર્ષ જુના એસ્ટેટોમાં કે જ્યાં કાયદેસરના ડ્રેનેજના જોડાણો છે. તે પણ કાપી નાંખવામાં આવી રહ્યા હોવાનો આક્રોશ ઠાલવતા તેઓએ જણાવ્યું હતું કે શૌચાલય અને બાથરૂમના જોડાણો કપાઇ જતા ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે.

તેઓએ જણાવ્યા હતું કે મ્યુનિ.તંત્ર ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાપે તેની સામે વાંધો નથી. પરંતુ કાયદેસરના જોડાણ પણ કાપી નાંખે તે બાબત ખોટી છે. કાયદેસર ડ્રેનેજ જોડાણ ન કાપો, ડ્રેનેજ કનેક્શન કાપવાની નીતિ નક્કી કરો, હાઇકોર્ટનું સન્માન કરીએ છીએ, ગેરકાયદેસર જોડાણ કાપો સહિતના લખાણો સાથેના પ્લે કાર્ડ લઇને વેપારીઓએ રજૂઆતો કરી હતી.

પૂર્વ ઝોનમાં અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, ગોમતીપુર વગેરે વિસ્તારોમાં ૪૦ એસ્ટેટના એક હજારથી વધુ યુનિટોના ડ્રેનેજ જોડાણ અત્યાર સુધી કાપી નાંખવામાં આવ્યા છે. પરંતુ કાયદેસરના યુનિટોના જોડાણો ન કાપવામાં આવે તેવી માંગણી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!