સરદારનગરના મહિલા કોર્પોરેટર ગેરકાયદે બાંધકામોની અરજી કરાવતા હોવાનો ગંભીર આક્ષેપ

On: November 28, 2021 5:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,શનિવાર,27
નવેમ્બર,2021

શુક્રવારે ટાગોરહોલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી
બોર્ડ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે ગૃહમાં નિવેદન કરતા કહ્યુ હતુ કે
, ગેરકાયદેસર
બાંધકામ મામલે આર.ટી.આઈ.કરી તોડ કરનારા સામે પોલીસ ફરિયાદ કરો અને એની એક કોપી
મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ મોકલો.આ નિવેદન બાદ ગણતરીના કલાકોમાં જ સરદારનગર
વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામોમાં વોર્ડના મહિલા કોર્પોરેટરની સંડોવણી હોવાના ગંભીર
આક્ષેપ સાથેનો ખેમ કટારીયા નામની વ્યકિતએ વિડીયો વાઈરલ કરી સોશિયલ મિડીયા ઉપર
વાઈરલ કર્યો છે.આ વિડીયોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી નાના-મોટા ગરીબ અને મજુર
વર્ગના લારી-ગલ્લાવાળાઓને હેરાન-પરેશાન કરી અરજીઓ કરવામાં આવતી હોવા અંગે ભાજપ
પ્રદેશ પ્રમુખ અને રાજયના મુખ્યમંત્રી સુધી પણ રજુઆત કરીશ એમ કહેવામાં આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ,શહેરના ઉત્તરઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં થતા બાંધકામોને
લઈ વોર્ડના જ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આર.ટી.આઈ.એકટ હેઠળ કે અન્ય રીતે એસ્ટેટ
વિભાગમાં અરજી કરી સામાન્ય
,મધ્યમ
વર્ગના લોકોને પરેશાન કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.વોર્ડના ખેમ કટારીયા
નામના વ્યકિતએ પોતે આ મામલે એક વિડીયો તૈયાર કરી સોશિયલ મિડીયા ઉપર વાઈરલ કર્યો
છે.આ વિડીયોમાં તેણે સ્પષ્ટ કહ્યુ છે કે
,આ વિડીયો
મારા એકલા માટે નથી તમામ લોકો માટે છે.આખા સરદારનગર વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ
થાય છે.હું મિત્તલબેન મકવાણાના નામ જોગ કહેવા માંગુ છું કે
,તેઓ અરજી કરે
છે.ગેરકાયદેસર બાંધકામ મામલે જો રેસીડેન્સમાં નોટિસ આપવામાં આવતી હોય તો કોમર્શીયલ
બાંધકામમાં પણ આપવી જોઈએ.તમામ બાંધકામ ગેરકાયદેસર જ છે.

ભાજપના કાર્યાલય માટે પ્લોટ ખાલી કરી આપવામાં આવ્યો એમ છતાં
ત્યાં વિકાસ ના થયો.ચૂંટાયેલા પ્રતિનિધિઓથી ઉપર પ્રદેશ પ્રમુખ હોય છે.તેમણે
ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવી પુછવુ જોઈએ પ્રતિનિધિઓ અરજી કરે છે.મને સુધરવા
દો.હું સુધરવા માંગુ છું.જો તમે અરજી કરવા ઉપર ઉતરી આવશો તો હું પણ અરજી કરવા ઉપર
ઉતરી આવીશ.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી
હું આ વિડીયો પહોંચાડીશ અને શકય હશે તો વડાપ્રધાન સુધી પણ પહોંચાડીશ. કોર્પોરેશનના
અધિકારીઓએ પણ પ્રોટોકોલ મુજબ કામગીરી થાય એ જોવુ જરુરી છે.

મેં હજુ સુધી વિડીયો જોયો નથી,કાંઈ જાણતી
નથી-મિત્તલ મકવાણા

સરદારનગર વોર્ડમાં ગેરકાયદે બાંધકામ મામલે અરજી કરાવવા અંગેના
જેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે એવા વોર્ડના કોર્પોરેટર મિત્તલબેન મકવાણાએ ટેલિફોનિક
પ્રતિક્રીયા આપતા કહ્યુ
,મેં હજુ સુધી
આ વિડીયો જોયો નથી.આ અંગે હુ કાંઈ જાણતી નથી.

અમુક વોર્ડમાં કોર્પોરેટર પોતાના પતિ પાસે આર.ટી.આઈ.કરાવે
છે

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા ઈમ્પેકટ
ફીનો કાયદો એક સમયે અમલમાં હતો.હાલમાં કોઈ કાયદો અમલમાં નથી.આ પરિસ્થિતિનો ગેરલાભ
ઉઠાવી અમુક વોર્ડના મહિલા કોર્પોરેટર તેમના પતિના નામે આર.ટી.આઈ.કરાવતા હોવાનું
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!