હજીરાની બાળકી સાથે દુષ્કર્મ- હત્યા કેસમાં આઠ સાક્ષીની જુબાની પુર્ણ

On: November 24, 2021 10:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સુરત


 આજે વધુ 10 પંચ સાક્ષીની સરતપાસ તથા ઉલટ તપાસ થશેઃકુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરી 29 સાક્ષી પર ફરિયાદપક્ષના કેસનો મદાર

હજીરાની
શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી વિરુધ્ધ
પોક્સો કેસની સ્પીડી ટ્રાયલ દરમિયાન આજે સરકારપક્ષે કુલ આઠ સાક્ષીની સરતપાસ તથા
ઉલટ તપાસ પુરી કરતા પોક્સો કેસોની ખાસ અદાલતે આ કેસની વધુ સુનાવણી  આવતી કાલે તા.25મી નવેમ્બરના રોજ હાથ ધરી વધુ 10 સાક્ષીઓની જુબાની પુરી કરવામાં આવે તેવો નિર્દેશ આપ્યો છે.

આજથી
સાતેક મહીના પહેલા હજીરા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની વયની બાળકીને તા.૩૦-૪-૨૧ના
રોજ બદકામના ઈરાદે પોતાની સાથે લઈ જઈ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી હત્યા કરવા બદલ 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત (રે.માતા ફળીયું
,હજીરા)ની હજીરા પોલીસે
ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હાલમાં પોક્સો એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતા
આરોપી સુજીત સાકેત વિરુધ્ધના કેસ રોજે રોજ ચલાવીને સ્પીડી ટ્રાયલમાં પુરો કરવા
કોર્ટે નિર્દેશ આપ્યો છે.જેના પગલે ગઈકાલે સરકારપક્ષે અગાઉ આ કેસમાં સાત સાક્ષીની
જુબાની બાદ આજે વધુ આઠ પંચ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.સરકારપક્ષે મુખ્ય
જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આજે ઘટના સ્થળના ઈન્કવેસ્ટ પંચનામાના સાક્ષી
,રીકવરી ડીસ્કવરી,કપડા કબજે કરવા દરમિયાન હાજર પંચ
સાક્ષીઓની જુબાની લીધી હતી.

તદુપરાંત
આ કેસના આરોપી સુજીત સાકેતે હાલના ગુના પહેલાં અન્ય એક બાળકી સાથે દુષ્કર્મનો
નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.જે અંગે તે બાળકીની માતાને પણ સરકારપક્ષે સાક્ષી તરીકે
જુબાની પુરી કરી હતી.જેથી કોર્ટે આ કેસની વધુ સુનાવણી આવતીકાલે તા.25મી નવેમ્બરના
રોજ હાથ ધરાશે.આવતીકાલે આ કેસના વધુ 12 સાક્ષીઓની જુબાની પુરી કરવામાં આવશે.અત્રે
નોંધનીય છે કે આ કેસના કુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરીને સરકારપક્ષ માત્ર
મહત્વના 29 સાક્ષીઓને તપાસીને પોતાનો કેસ પુરવાર કરશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!