Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વિમાનનું ટાયર ફાટવાની ઘટનાની તપાસ માટે DGCAની ટીમ અમદાવાદ આવશે

On: November 24, 2021 9:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


18 નવેમ્બરે અમદાવાદથી કંડલા લેન્ડ થયેલા

વિમાન ડાબી બાજુ ફંટાતા રન-વેની લાઇટો તૂટી ગયેલી : કેપ્ટને વિમાનને ટેક ઓફ કરાવી અકસ્માત ટાળ્યો હતો

અમદાવાદ : કંડલા એરપોર્ટ પર વિમાનના ટાયર બર્સ્ટની બનેલી ગંભીર ઘટના મુદ્દે એર ટ્રાફીક કંટ્રોલરે ગંભીર અકસ્માતનો રિપોર્ટ ડીજીસીએને સુપરત કર્યો છે. હવે અગામી ટૂંક સમયમાં ડીજીસીએની ટીમ અમદાવાદ એરપોર્ટ પર આવી એરક્રાફ્ટનું ફીઝીકલ ચેકીંગ અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરશે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક સપ્તાહ બાદ વિમાન ટેકઑફ થશે. ત્યાર સુધી અમદાવાદથી તમામ ઓપરેશન રદ રહેશે. ટ્જેટની ફ્લાઈટે 64 મુસાફરો સાથે અમદાવાદ થી કંડલા માટે ગત 18 નવેમ્બરે ઉડાન ભરી હતી.

કંડલા એરપોર્ટ પર  લેન્ડિંગ વખતે રનવે પર ટચ ડાઉન થતા વિમાનનું પાછળનું ટાયર બર્સ્ટ થતા રીતેસરનું એરક્રાફ્ટ ડાબી બાજુ પર ફંટાઈ ગયું હતું અને રનવેના છેડા પરની લાઈટ પણ તૂટી ગઈ હતી. મુસાફરોના જીવ જોખમમાં ન મુકાય ગંભીર અકસ્માત ન સર્જાય અને સવાર મુસાફરોના જીવ જોખમમાં ન મુકાય માટે  હોશિયાર પાઈલોટે એટીસીનો સંપર્ક કરી તુરંત  વિમાનને ટેકઑફ કરાવી દીધું હતું. 

આ ઘટનામાં સૂત્રોએ જણાવ્યું કે કંડલા એરપોર્ટ નો રનવે ખરાબ હોવાથી ટાયર ફાટયુ હતું. વિમાનની સ્પીડમાં હોવાથી જો બ્રેક મારત તો  ટાયરની રિંગ પર વિમાન આવી જાત અને રનવેના ઘર્ષણથી આગ લાગવાનો પણ ડર હતો.

આમ ડાબી બાજુ પર ફંટાયેલા વિમાનને સ્કીડ થઈ રનવે પરથી નીચે ઉતરી જાત અથવા  વિમાન પલટી ખાઈ જાત તો સવાર મુસાફરો મોતને ભેટયા હોત. અનુભવી કેપ્ટને રનવે ના છેડા પરથી વિમાનની  સ્પીડ ઓછી કર્યા વિના વચ્ચે લાવી  ટેકઆફ કરી દીધું હતું. બીજુ કે જો બર્સ્ટ થયેલા વિમાનમાં આગ લાગત તો ફાયરની ટીમ આવવામાં સમય લાગત અને કંડલા એરપોર્ટ ઈમરજન્સી ઈકવિપમેન્ટનો પણ અભાવ હતો.

એટલુંજ નહીં વિમાનનું બેર્સ્ટ ટાયર ગરમ હોવાથી કેપ્ટને પાછળના લેન્ડીગ ગિયર અંદર કરવાના બદલે હવામાં લટકતા રાખ્યા હતા અને છેક અમદાવાદ સુધી લાવવામાં આવી હતી. હવામાં ટાયર ઠંડા પડી જતા વિમાને અમદાવાદ એરપોર્ટ પર એક્દમ સ્મૂથ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આમ વિમાનને ટો કર્યા વિના પાર્કિંગ બેમાં લઇ જઇ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. 

રેરેસ્ટ ઓફ રેર બનેલી ઘટનામાં મુસાફરો જાણે રીતસરના મોતના મુખમાંથી  બહાર આવ્યા હોય તેમ આબાદ બચાવ થયો હતો. આમ અમદાવાદ એરપોર્ટ પર બેલે લેન્ડિગ કે  લેન્ડીગ ગિયરમાં કોઈ નુકસાન થયું ન હતું પરંતુ કંડલા એટીસીએ અકસ્માત થયેલા વિમાનને ડાઈવર્ટ અમદાવાદ કરવામાં આવતા અમદાવાદ એટીસીએ  ગંભીર નોંધ લીધી છે. પરંતુ ડીજીસીએની તપાસમાં એરલાઇન કંપની પાસેથી ફિટનેસ સર્ટી ચેક કરાશે. 

કેપ્ટને વિમાનને રનવે પર ઉભું રાખવાના બદલે કેમ  ફરીથી ટેકઑફ કરવાની ફરજ પડી તે તમામ માહિતી દર્શાવતો રિપોર્ટ પણ ડીજીસીએમાં સબમીટ કરવામાં આવ્યો છે. છેલ્લી ઘડીએ મુસાફરોના હિતમાં કેપ્ટને લીધેલો નિર્ણય યોગ્ય છે કે કેમ તે ડીજીસીએની તપાસ દરમિયાન માલુમ પડશે. આમ ગત 18  નવેમ્બરે બનેલી ઘટનાના સાત  દિવસ બાદ પણ હજુ એક સપ્તાહ સુધી અમદાવાદથી ટ્જેટની પોરબંદર, જેસલમેર, કંડલા, નાસિકના તમામ રૂટની ફ્લાઈટો રદ રહેશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!