બંગલામાં વકીલની ઓફિસને કોમર્શિયલ જગ્યા ગણાય?: પિટિશન

On: November 24, 2021 4:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,
મંગળવાર

રહેણાંક બંગલામાં જ વકીલની ઓફિસ હોય તો જગ્યાને કોમર્શિયલ
મિલકત કહેવાય કે નહીં તે મુદ્દો હાઇકોર્ટ સામે આવ્યો છે. અરજદાર વકીલની રજૂઆત છે
કે આ જ મિલકતમાં ઘર અને ઓફિસ બન્ને છે છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર
જગ્યાને કોમર્શિયલ ગણી ટેક્સ ગણતરી કરી રહી છે. હાઇકોર્ટે પિટિશન દાખલ કરી
કોર્પોરેશનને નોટિસ પાઠવી છે અને વધુ સુનાવણી ૩૦મી નવેમ્બરના રોજ નિયત કરી છે.

અરજદાર વકીલની રજૂઆત છે કે બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર પર
તેમની ોફિસ છે અને ઉપરના માળે તેઓ રહે છે. તેઓ આ જગ્યાએ જ રહે છે અને મિલકતાના ખૂબ
થોડાં ભાગનો ઉપયોગ જ ઓફિસ તરીકે કરવામાં આવે છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને
સમગ્ર જગ્યાને કોમર્શિયલ મિલકત ગણી તે પ્રમાણે પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલ્યા છે.
આવી રીતે મોકલવામાં આવેલા છ બિલને નીચલી અદાલતમાં પડકારવામાં આવ્યા હતા
, જેમાં તેમની
તરફેણમાં ચુકાદો ન આવતા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. હાઇકોર્ટે અપીલ દાખલ કરી
કહ્યું હતું કે આ કેસમાં બોમ્બે મ્યુનિસિપલ એક્ટની અમુક કલમનો અર્થઘટનનો જ મુદ્દો
છે. તેથી કેસની અંતિમ સુનાવણી ૩૦મી નવેમ્બરના રોજ નિયત કરવામાં આવે છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!