[ad_1]

અમદાવાદ,મંગળવાર,23
નવેમ્બર,2021
વર્લ્ડ હેરીટેજ સપ્તાહની હાલ અમદાવાદ શહેરમાં ૨૫ નવેમ્બર
સુધી ઉજવણી કરવામાં આવી રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જે લોકો
હેરીટેજ મકાન ધરાવે છે એવા તમામ માટે ૨૫ નવેમ્બર સુધી રોજ મકાનના સમારકામ અને
રીસ્ટોરેશન માટે માર્ગદર્શન આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.પરંતુ
કમનસીબે ૧૯ થી ૨૨ નવેમ્બર સુધીમાં આ કેમ્પમાં માંડ વીસ મકાન માલિકો પહોંચ્યા
હતા.શહેરમાં હેરીટેજ મકાનની સંખ્યામાં છેલ્લા એક દશકાના સમયમાં ધરખમ ઘટાડો થવા
પામ્યો છે.આ પાછળનું મુળ કારણ હાલના કારમી મોંઘવારીના સમયમાં હેરીટેજ મકાન
ધરાવનારને તેમના મકાનનું સમારકામ કે રીસ્ટોરેશન કરવુ આર્થિક રીતે પરવડી શકે એમ
નથી.કેમકે પુરતુ ફંડ મળતુ નથી.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તૈયાર
કરવામાં આવી રહેલા વોલ સીટી કોન્ઝર્વેશન પ્લાનમાં હેરીટેજ મકાનની જાળવણી થઈ શકે એ
માટે ખાસ રીવોલ્વીંગ ફંડ ઉભુ કરવાથી લઈ જે હેરીટેજ મકાનના માલિકો તેમના હેરીટેજ
મકાનની જાળવણી કરી શકે એમ ના હોવાની બાંહેધરી આપે એવા મકાનોને મ્યુનિ.તંત્ર પોતે
લઈ જાળવણી કરે એ સહિતની અનેક દરખાસ્ત આગામી જુન-૨૦૨૨ સુધીમાં લાવવામાં આવશે એમ
સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
એક સમયે અમદાવાદ શહેરનો સમગ્ર કોટ વિસ્તાર ભવ્ય હેરીટેજ
વારસાથી ધબકતો જોવા મળી રહ્યો હતો.છેલ્લા એક દસકામાં શહેરમાં થયેલા
કોમર્શીયલાઈઝેશનના કારણે આજે પોળોમાં રહેલા હેરીટેજ મકાનો સ્થાનિક રાજકારણીઓ અને
એસ્ટેટ અને ટી.ડી.ઓ.વિભાગના ભ્રષ્ટ વોર્ડ ઈન્સપેકટરો અને અધિકારીઓની રહેમનજર હેઠળ
તોડીને રહેણાંક ફલેટ કે શોપીંગ સેન્ટરો બની ગયા છે.અમદાવાદ શહેરને વર્ષ-૨૦૧૭ના
જુલાઈ મહિનામાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો આપવામાં આવ્યો હોવા
છતાં હેરીટેજ મકાનોને તુટતા તંત્ર બચાવી શકતુ નથી એ આ શહેરના વહીવટી તંત્ર અને
શાસકો માટે શરમજનક બાબત છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં યોજવામાં આવેલા કેમ્પમાં
આવેલા લોકોની મળેલી પ્રતિક્રીયા મુજબ,એમને તો
એમના હેરીટેજ મકાનનું સમારકામ કરવુ છે,રીસ્ટોરેશન
કરવુ છે.પરંતુ કયાંક ભાડુઆતના પ્રશ્ન છે.તો કયાંક આર્થિક સમસ્યા.મ્યુનિસિપલ
કોર્પોરેશન તરફથી મકાનના સમારકામ કે રીસ્ટોરેશન માટે જે ટ્રાન્સફર ડેવલપમેન્ટ
રાઈટ(ટી.ડી.આર.) આપવામાં આવે છે એ પણ મોટાભાગના કીસ્સામાં કામગીરી પુરી થઈ ગયા બાદ
મળતો હોય છે.આ સ્થિતિમાં પોળમાં આવેલા હેરીટેજ મકાનનું રીપેરીંગ કરવુ કે
રીસ્ટોરેશન કરવું ફંડના અભાવે ખુબ મુશ્કેલ બની જતુ હોય છે.બીજી તરફ જેવુ કામ શરુ
થાય એ સાથે જ જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોના મળતીયા કાર્યકર્તાઓ અને
કહેવાતા આર.ટી.આઈ.એકટિવિસ્ટ અરજીઓ કરી અથવા તો ખંડણી વસુલવાના પ્રયાસો શરુ કરી જે
તે મકાન માલિકને હેરાન-પરેશાન કરી દેતા હોવાથી આગામી સમયમાં અમદાવાદ શહેરમા આવેલી
પોળોમાં હેરીટેજ મકાનો રહેશે કે કેમ?
એ પણ એક ચિંતાનો વિષય બનવા પામ્યો છે.
હેરીટેજ ટ્રસ્ટને વધુ સત્તા આપવા કરવામાં આવેલી રજુઆત
અમદાવાદ શહેરમાં આવેલા હેરીટેજ મકાનોની જાળવણી કરવા માટે
હેરીટેજ ટ્રસ્ટ અને હેરીટેજ કમિટીની રચના કરવામાં આવી છે.પરંતુ હાલની સ્થિતિમાં આ
ટ્રસ્ટ પાસે કહી શકાય એવી કોઈ સીધી સત્તા નથી.હેરીટેજ મકાનને તુટતા બચાવવા કે
પ્લાન પાસીંગની કામગીરી સહિતની અન્ય બાબતો માટે તેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અથવા તો એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ ,સ્ટેન્ડીંગ
કમિટી અથવા મ્યુનિસિપલ બોર્ડની મંજુરીની અપેક્ષાએ કામગીરી કરવી પડતી હોય છે.આ
સંજોગોમાં આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં હેરીટેજ ટ્રસ્ટ તરફથી હેરીટેજ મકાનની વધુ
જાળવણી અને તેને સુરક્ષિત રાખવા કેટલીક
વિશેષ આપવા અંગે મ્યુનિ.તંત્ર અને સત્તાધીશો સમક્ષ રજુઆત કરવામાં આવી છે.નવ મહિના
પછી પણ હજુ સુધી આ બાબતમાં મ્યુનિ.તંત્ર કે સત્તાધીશો તરફથી કોઈ નિર્ણય લેવામાં
આવ્યો નથી.
લાકડાની કામગીરી આજના સમયમાં જાળવવી ખુબ કપરી છે
જેમનુ મકાન હેરીટેજ કેટેગરીમાં સમાવવામાં આવ્યુ નથી એવા પણ
કેટલાક મકાન માલિકો મ્યુનિ.તંત્ર તરફથી યોજવામાં આવેલા આ કેમ્પમાં આવ્યા હતા.તેમની
મળેલી પ્રતિક્રીયા મુજબ,તેમનુ
આખુ મકાન વુડન સ્ટ્રકચર(લાકડા) વાળુ છે.આજના સમયમાં લાકડાની મદદથી જે તે સમયે
બાંધવામાં આવેલ મકાનની જાળવણી ખુબ અઘરી બની ગઈ છે.વારંવાર ઉધઈ થવાથી લાકડામાં સડો
આગળ ના વધે એ માટે પેસ્ટ કંટ્રોલ કરાવવુ પડે છે.ઉપરાંત આર્થિક સ્થિતિ સારી ના
હોવાથી અમને મકાન રીપેર કરવુ કે આ જ પધ્ધતિથી નવુ બનાવવુ એ પોષાય એમ નથી એટલી અમને
બેંકમાંથી લોન પણ મળી શકે એમ નથી.અમદાવાદમાં ભૂકંપ બાદ કરવામાં આવેલા એક રેન્ડમ
સર્વેમાં શહેરમાં દસ હજારથી વધુ રહેણાંક હેરીટેજ મકાનો હયાત હતા.આજે આ સંખ્યા
ઘટીને ત્રણ હજાર આસપાસ થવા પામી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ
પરિસ્થિતિમાં આવનારી પેઢી માટે અમદાવાદનો ઐતિહાસિક વારસો માત્ર કાગળ ઉપર રહી જાય
તો નવાઈ પામવા જેવુ નહીં હોય.
[ad_2]
Source link








