[ad_1]

અમ્યુકોના અધિકારીના મનસ્વી નિર્ણયોથી વેપારીઓ ત્રસ્ત
ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપવા સામે વાંધો નથી, પરંતુ નક્કી કરેલા પેરામીટર્સ પ્રમાણેનું પાણી ઠાલવતા એકમોનાં જોડાણ ન કપાય
અમદાવાદ : સાબરમતી નદીમાં ઉદ્યોગો પ્રદુષિત પાણી ઠાલવતા હોવાની બાબતમાં ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો અરજી કરીને નદીમાં ઠલવાતા પ્રદુષકોને મુદ્દે અમ્યુકોનો ઉધડો લેતા અમ્યુકોએ હવે સાબરમતી નદીમાં પાણી ઠાલવતા કાયદેસર ડ્રેનેજ જોડાણોને પણ ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણો કાપી દેવાનો આદેશ આપી દીધો છે.
નવાઈની વાત તો એ છે કે કાયદેસર જોડાણો જે પૂર્વ મંજૂરી સાથે શરતોને આધીન રહીને આપવામાં આવ્યા છે અને શરતોનું પાલન થાય છે તેમ છતાંય તેને કાપી નાખવાનો અમ્યુકોના સિટી એન્જિનિયરનો આખો નિર્ણય જ ગેરકાયદે ઠરે છે. તેથી જ કાયદેસર મંજૂરી લઈને સાબરમતીમાં તેમના એકમનું પાણી છોડનારા ઉદ્યોગોનો વિરોધ છે.
સાબરમતી નદીનું પાણી દૂષિત હોવાની બાબતે હાઈકોર્ટે સુઓ મોટો અરજી કરીને પછી તેના અનુસંધાનમાં અમ્યુકો અને જીપીસીબીનો ઉધડો લીધો હતો. આ ઉધડો લીધો તે પછી અમ્યુકોના એડિશનલ સિટિ એન્જિનિયર પૂર્વ ઝોને 16મી નવેમ્બરે પરિપત્ર કરીને ગેરકાયદે જોડાણો સહિત કાયદેસર ડ્રેેને જ જોડાણો પણ કાપી નાખવાનો આદેશ આપ્યો છે.
આ એક અવિચારી નિર્ણય હોવાનું વેપાર ઉદ્યોગોનું માનવું છે. જીપીસીબીની મંજૂરી લઈને પ્રાઈમરી અન ેસેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરીને પછી પાણી છોડવામાં આવતુ ંહોય તો તેવા જોડાણ ધરાવનારાઓના જોડાણ કાપી નાખવા ઉચિત જ નથી.
ટ્રીટમેન્ટ આપ્યા વિના જ બેફામ પાણી ઠાલવી દેતા એકમો સામે પગલાં લેવાામાં આવ ેતેેની સામે વાંધો નથી. દાણી લીમડાના સંખ્યાબંધ એકમો ગેરકાયદે પાણી છોડી રહ્યા છે. આ એકમોને પહેલા બંધ કરી દેવા જોઈએ. તેમના પાણી ગમે ત્યાં ઠલવાય છે. તેમની પાસે આજ સુધી સીઈટીપી તૈયાર નથી.
તેઓ વરસોથી દૂષિત પાણી ગમે ત્યાં ઠાલવીને જળ અને જમીનને ખરાબ કરી રહ્યા છે. નદી કિનારાથી ચોક્કસ અંતરે ઔદ્યોગિક એકમો ન હોવા જોઈએ તેવા નિયમોનો પણ દાણી લીમડા અન ેતેની પરિસરના વિસ્તારમાં આવેલા એકમો ભંગ કરી રહ્યા છે. આ બાબતમાં અમ્યુકોના અને જીપીસીબીના અધિકારીઓએ વરસો સુધી આંખ આડા કાન કર્યા છે.
[ad_2]
Source link








