[ad_1]
![]()
– અધિકારીએ
સિટીસ્કેન ખોટકાયુ હોવાનું કબુલ્યુ પણ બીજી હોસ્પિટલમાં લઇ જવાની વાતના છેદ
ઉડાવ્યા
સુરત :
પાલિકા
સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ડીંડોલીનો 4 વર્ષીય બાળક પડી જતા
માથામાં ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યા હતા. જોકે ત્યા સિટી
સ્કેન બંધ હોવાનું કહીને દર્દીને સિવિલમાં મોકલી આપ્યો હોવાનું તેમના સંબંધીએ
કહ્યુ હતુ.
સુત્રો પાસેથી
મળેલી વિગત મુજબ ડીંડોલીમાં રઘુકુળનગરમાં રહેતા અમલેશ યાદવનો 4 વર્ષીય પુત્ર ઓમકાર આજે
બપોરે ઘરે રમતા રમતા પડી જતા માથામાં ઇજા થતા પરિવારના સભ્યો સારવાર માટે સ્મીમેર હાસ્પિટલમાં
લઇ આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. બાળકના પરિવારના સભ્યોએ કહ્યુ કે બાળકને માથામાં
ઇજા થતા સ્મીમેર હોસ્પિટલમાં લઇ જતા ડોકટરોએ સારવાર શરૃ કરી હતી. બાદમાં ડોકટરે કહ્યુ
કે બાળકને સીટી સ્કેનની જરૃર છે. પણ સીટી સ્કેન
મશીન બંધ છે. અમને બાંહેધરી લખી આપો કે સારવાર દરમિયાન કંઇ થાય તો તેની જવાબદારી ડોકટરોની
નહી રહે અથવા નવી સિવિલમાં લઇ જાઓ. આખરે પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં પૈસા ખર્ચ કરીને બાળકને
નવી સિવિલમાં ખસેડાયો હતો. સ્મીમેર હોસ્પિટલના અધિકારીએ કહ્યુ કે અચાનક સીટી સ્કેન
મશીન ખોટકાઇ ગયુ હોવાથી રિપેરીંગ કરવામાં આવી રહ્યુ છે. દર્દીને ડોકટરે અન્ય હોસ્પિટલમાં
લઇ જવા કહ્યુ નથી. તેઓ જાતે લઇ ગયા છે.
[ad_2]
Source link






