Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ટુંણાદરથી મહિસાગર જિલ્લાનો પોલીસ કર્મી 75 હજારના દારૂ સાથે પકડાયો

On: October 30, 2021 3:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.29

માલપુર તાલુકાના ટુણાદર ગામેથી રૂ.૭૫૮૦૦ ની કિંમતની ૩૯૫ બોટલોનો
જથ્થો ભરેલી ગાડી અને તેના પોલીસકર્મી ચાલકને ઝડપી લેવાયો હતો. માલપુર પોલીસે આ પોલીસવાલા
બુટલેગર મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામનો હોવાનું જણાયું હતું. તેને
હવાલાતે કર્યા બાદ શુક્રવારે કોર્ટમાં રજૂ કરાયો હતો.જયારે આ ચકચારી દારૂ હેરાફેરી
પ્રકરણ ગાબટ ગામે દારૂ વેચાણ અર્થે મંગાવનાર અને દારૂનો જથ્થો ભરી આપનાર પુનાવાડા(રાજસ્થાન)ના  શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી માલપુર પોલીસે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી હતી.

 અરવલ્લી જિલ્લાની એલસીબી
શાખાના તત્કાલીન પીઆઈ અને ૩ પોલીસ કર્મી દારૂ છુપાવવાથી માંડી વેચવા જતાં ઝડપાયા અને
સસ્પેન્ડ કરી દેવાયા છતાં પોલીસને જ જાણે કાયદાની બીક જ ન હોય કે પછી ઉપરના ગોડફાધરના
સંપૂર્ણ આર્શીવાદ હોય એમ હવે તો પોલીસવાળા ખુદ દારૂની હેરાફેરી કરી રહયા છે.  સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ-ડીવીઝનનો લોક રક્ષક
જ દારૂની હેરાફેરીમાં ઝડપાતાં હવાલાતે અને હવે સબજેલને હવાલે કરાયો છે. ત્યારે હવે
મહિસાગર જિલ્લાના ભાટપુર
,તા.વિરપુર
ગામનો વતની અને મહિસાગર જિલ્લાના દીતસા પોલીસ મથકે મોબાઈલ સ્કાવોડના ડ્રાઈવર કમ કોન્સ્ટેબલ
પદે ફરજ બજાવતો રણજીતસિંહ ધીરૂભાઈ બારીયા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટુણાદર
ગામની સીમમાં દારૂ ભરી જતા રંગે હાથ ઝડપાયો હતો.

માલપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર સી.એસ.કુગસીયાને મળેલ બાતમીના
આધારે પોલીસ ટીમ દ્વારા ટુણાદર ગામે રોડ ઉપર નાકાબંધ કરાઈ હતી. દરમ્યાન ગાડી  પસાર થતાં આ ગાડીને અટકાવી ચેકીંગ કરતા વિદેશી દારૂની
૩૯૫ બોટલોનો જથ્થો ઝડપી પડાયો હતો.કિંમત રૂ.૭૫૮૦૦ ના આ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમાં
સંડોવાયેલા અને રંગેહાથ ઝડપાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આ રણજીતસિંહ બારીયા મહિસાગર
જિલ્લામાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતો હોવાનું અને મહિસાગર જિલ્લાના ભાટપુર ગામનો
રહીશ હોવાનું જણાઈ આવતાં આ આરોપી ને ઝડપી હવાલાતે કરાયો હતો.આ પોલીસવાલા બુટલગેર જેને
આ દારૂનો જથ્થો વેચાણ સારૂ આપવા આવી રહયો હતો. તેવા ગાબટ ગામના હેમંત પટેલ અને દારૂનો
જથ્થો રાજસ્થાનના પુનાવાડા ગામના ઠેકા ઉપરથી ભરી આપનાર ઠેકેદાર વિરૂધ્ધ માલપુર પોલીસે
પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.અને કુલ મળી ૪
,૮૦,૮૦૦ નો મુદ્દામાલ
કબ્જે લેવાયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!