Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લામાં વધુ એક ગોઝારો વાહન અકસ્માત સર્જાયો: રાજકોટની એક યુવતીનું કરૂણ મૃત્યુ

On: March 24, 2022 12:10 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જામનગર-રાજકોટ ધોરી માર્ગ ધ્રોળ નજીક ટ્રક અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં એક યુવતીનો ભોગ: સ્કુટર ચાલક યુવતી ઘાયલ

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાહન અકસ્માતની પરંપરા અવિરત ચાલુ રહી છે, અને ગઇકાલે પણ વધુ એક વાહન અકસ્માત સર્જાયો છે, અને રાજકોટની એક યુવતીનો ભોગ લેવાયો છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ છે. સમગ્ર મામલે ધ્રોળ પોલીસ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં રહેતી અને એક ખાનગી હેલ્થ કેર કંપનીમાં નોકરી કરતી ખુશાલીબેન રમેશભાઈ સખિયા (ઉ.વ.19) અને તેની સાથે જ નોકરી કરતી નમ્રતાબેન હેમતભાઈ ચોટલિયા કે જે પણ રાજકોટ રહે છે, અને બંને જામનગરમાં હેલ્થ કેર કંપની ના કામ માટે સ્કૂટર પર બેસીને જામનગર આવી હતી.

જેઓ જામનગર ની મીટિંગમાં હાજરી આપીને પોતાના એક્ટીવા સ્કુટર પર રાજકોટ પરત જઈ રહી હતી, જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગઈકાલે આજે સાડા સાતેક વાગ્યાના અરસામાં વાંકિયા ગામ પાસે પહોંચતાં પાછળથી પુરપાટ વેગે આવી રહેલા એમ.એચ.46 એફ.4264 નંબરના ટ્રકચાલકે એક્ટીવા સ્કુટરને ઠોકરે ચડાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં સ્કૂટર ફંગોળાઇ ગયું હતું, અને પાછળ બેઠેલી નમ્રતાબેન ચોટલિયાને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેણીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઉપરાંત સ્કુટર ચાલક ખુશાલીબેન સખિયાને પણ નાની-મોટી ઈજા થઈ હોવાથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અકસ્માતના બનાવ અંગે પોલીસને જાણ કરાતાં ધ્રોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!