Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

માતાએ ગુડ ટચ-બેડ ટચની સમજણ આપી, બાળકીએ બળાત્કારી શિક્ષકને પકડાવ્યો

On: March 24, 2022 11:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– માતાએ 9 વર્ષની બાળકીને સ્પર્શ અંગે સમજાવ્યું ત્યાર બાદ 4 વર્ષ પહેલા ડાન્સ ટીચરે કરેલા બળાત્કારનો ખુલાસો થયો

જોધપુર, 24 માર્ચ 2022, ગુરૂવાર

રાજસ્થાનના જોધપુર ખાતે એક માતાએ પોતાની બાળકીને ગુડ ટચ-બેડ ટચ શું હોય તેના વિશે સમજણ આપી હતી. જોકે આ સમજણ મળ્યા બાદ બાળકીએ ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. બાળકીએ કહ્યું હતું કે, 4 વર્ષ પહેલા તેના સાથે શાળામાં કંઈક ખોટું થયું હતું.

બાળકીએ માતાને કહ્યું હતું કે, 26 ફેબ્રુઆરી 2018ના રોજ તે શાળામાં યોજાનારા એન્યુઅલ ફંક્શન માટે ડાન્સ પ્રેક્ટિસ કરતી હતી ત્યારે સ્કૂલના ડાન્સ ટીચરે તેના સાથે ગંદી હરકત કરી હતી. ટીચરે પ્રેક્ટિસ દરમિયાન તેને બાથરૂમમાં લઈ જઈને તેના સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે ખબર પડતાં જ બાળકીની માતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી.

શિક્ષકે બાળકીને આપી મારી નાખવાની ધમકી

માતાએ બાળકી સાથે બનેલી ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે બાળકીનું મેડિકલ કરાવ્યું જેમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. પોલીસે તરત જ એક્શન લઈને ડાન્સ ટીચરની ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદમાં બાળકીએ કહ્યું કે, આ ગંદી હરકત બાદ તેને ડરાવીને ધમકી આપી હતી કે જો

આ વાત તું કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ. આ કારણે બાળકી ડરી ગઈ હતી અને આ વાત તેણે કોઈને નહોતી કરી.

બાળકી પોતાનામાં ખોવાયેલી રહેતી

બાળકીની માતાએ કહ્યું કે, આ વાત બાળકીએ કોઈને ક્યારેય કરી નથી પણ એ દિવસથી તે હંમેશા ડરેલી રહેતી હતી. તે હંમેશા એવું કહેતી કે, તેને માથું દુખે છે અને તે પોતાનામાં જ ખોવાયેલી રહેતી હતી. ઘણીવાર ડોક્ટર્સ પાસે પણ બતાવ્યું પણ કંઈ ખબર ન પડી. માતાએ કહ્યું કે, એક દિવસ એણે બાળકીને પોતાની પાસે બેસાડીને ગુડ ટચ-બેડ ટચની વાત કરી ત્યારે બાળકીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!