કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને 7.23 લાખ વળતર ચુકવવા હુકમ

On: March 22, 2022 4:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સુરત

મોટર સાયકલ સવાર યુવાનને કાર ચાલકે હડફેટે લેતા ડાબો હાથ છુંદાઈ ગયો હતો અને 24 ટકા કાયમી અપંગતા આવી હતી

દસ
વર્ષ પહેલાં કાર હડફેટે 24 ટકા કાયમી અપંગતા મેળવનાર યુવાનને વાર્ષિક 9 ટકાના
વ્યાજ સહિત કુલ રૃ.7.23 લાખ ચૂકવવા એડીશ્નલ સેશન્સ જજ જયેશકુમાર એલ.શ્રીમાળીએ હુકમ
કર્યો છે.

પાંડેસરા
વિસ્તારની આર.પી.સિન્થેટીક્સમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો 25 વર્ષીય યુવાન શૈલેશ
ક્રિપાશંકર ગુપ્તા (રે.આર્વિભાવ સોસાયટી
,પાંડેસરા) તા.19-9-12ના રોજ પોતાની મોટરસાયકલ પર ઉધના હરીનગર-1 પાસેથી
પસાર થતો હતો. ત્યારે વિજયકુમાર બળવંતરાય દાણી (રે.શાંતિનગર સોસાયટી
, રાંદેર)ની માલીકીની મારૃતિ વેગનાર કારના ચાલક તેજશ કીરીટ ભટ્ટે
(રે.કેશવકુંજ એપાર્ટમેન્ટ
, હરીનગર-2 ઉધના) મોટરસાયકલને અડફટે
લીધી હતી. જેમાં શૈલેષ ગુપ્તાનો હાથ છુંદાઇ ગયો હતો તેમજ શરીરના વિવિધ ભાગે ઇજા
થવા સાથે કાયમી 24 ટકા ખોડ આવી હતી. ઇજાનો સારવાર ખર્ચ રૃા 2.63 લાખ થયો હતો. જેથી
સુરેશ યાદવ મારફત કાર ચાલક
, માલિક તથા રોયલ સુંદરમ જનરલ
ઈન્સ્યુરન્સ કંપની પાસેથી  રૃ.10લાખ
અકસ્માત વળતર માંગ્યું હતું. માસિક રૃા.12 હજાર પગારની નોકરી કાયમી ખોડને કારણે
ગુમાવી બેકાર બની ગયા હોવાની રજૂઆત થઇ હતી. ટ્રિબ્યુનલ કોર્ટે રૃા.7.23 લાખ વળતર
ચૂકવવા હુકમ કરી વળતર ચુકવવા કારચાલક
, માલિક તથા વીમા
કંપનીની સંયુક્ત તથા વિભક્ત જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!