હોળી પહેલાં મજૂરો વતન જતાં એસટીને 56.80 લાખની આવક એક્સ્ટ્રા ઓપરેશનમાં મળી

On: March 17, 2022 11:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પ્રતિનિધિ દ્વારા સુરત કામ 17 માર્ચ 2022 ગુરૂવાર

ઉત્તર ગુજરાત માટે એસટી વિભાગે 3 દિવસ એક્સ્ટ્રા ઓપરેશનોનું સંચાલન કરતાં 22700થી વધુ પ્રવાસીઓએ આનો લાભ લીધો હતો. 3 દિવસમાં એસટી વિભાગને 56.80 લાખની આવક મળી હતી.

બાંધકામ સહિત અન્ય મજૂરીના કામ સાથે સંકળાયેલા દાહોદ-ઝાલોદ અને ગોધરા વિસ્તારના વતનીઓ મોટી સંખ્યામાં હોળી-ધુળેટી પહેલાં વતન જતા હોય છે. આના માટે એસટી વિભાગ દર વર્ષે આગોતરું આયોજન કરે છે.

ત્રણ દિવસ માટેના એક્સ્ટ્રા ઓપરેશનનો જોકે, મોટી સંખ્યામાં મજૂર કારીગર વર્ગ લાભ ઉઠાવે છે. આ વખતે એસટી નિગમને 3 દિવસ દરમિયાન 424 ટ્રીપો ઉપાડી હતી. જે અંતર્ગત 354 બાળકો સહિત 22385 મુસાફરોએ સેવાનો લાભ ઉઠાવ્યો હતો.

એસટી બસ સ્ટેન્ડ સામેના ગ્રાઉન્ડમાંથી પ્રથમ દિવસે 61, બીજા દિવસે 155 બસ ઉપડી હતી. જ્યારે ત્રીજા દિવસે 208 બસ રવાના થઈ હતી. સાંજના 4 વાગ્યાથી મધ્ય રાત્રીના 12 વાગ્યા સુધી બસો દોડાવવામાં આવી હતી

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!