[ad_1]

વડોદરા, તા.17 માર્ચ 2022
કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂ.1૦૦ કરોડના બોન્ડ બહાર પાડવા ની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી હવે આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે.આ બોન્ડમાં ખાનગી અને સરકારી કંપનીઓ રોકાણ કરશે.
આ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે,વર્ષ 2019 ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવેનશન એન્ડ અર્બન ટ્રાન્સફરમેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર ના 14 પ્રોજેક્ટ 533.40 કરોડની કિંમતના 30%હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 1૦૦ કરોડના બોન્ડ બહાર પાડવા માટે કસરત શરૂ કરી હતી જેમાં પાંચ વર્ષની બેલેન્સશીટ, કેસ ફ્લો, સ્થાવર-જંગમ મિલકતો વિગેરેની માહિતી મેળવી વર્ષ 2015 -16 થી વર્ષ 2020 – 21સુધીના એન્યુઅલ રિપોર્ટ તૈયાર કર્યા હતા જેમાં અક્રુઅલ બેઝ પ્રમાણે નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલ પ્રમાણે બેલેન્સશીટ તૈયાર કરી હતી જે બાદ ક્રિશિલ અને ઇન્ડિયા રેટીંગ એન્ડ રિસર્ચ નામની બે સંસ્થા પાસે ક્રેડિટ રેટિંગ કરાવવાની પ્રક્રિયા કરી હતી જેમાં ડિસેમ્બર 2020માં ઇન્ડિયા એન્ડ રિસર્ચ સંસ્થાએ AA+ અને ક્રિશિલ સંસ્થા એ AA રેટિંગ આપ્યું હતું. આ રેટીંગ આધારે મે-2021માં રાજ્ય સરકારે રૂ. 200 કરોડની રકમના બોન્ડ બહાર પાડવા મંજૂરી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મંજૂરી બાદ મર્ચન્ટ બેન્કર કમ એરેંજર તરીકે SBI કેપિટલ માર્કેટ લિમિટેડ, લીગલ કાઉન્સિલ તરીકે એમ વી કીની લો ફર્મ , રજિસ્ટ્રાર તરીકે કેફીન ટેકનોલોજી, ટ્રસ્ટી તરીકે sbi કેપ ટ્રસ્ટી લિમિટેડ ડી મેટ પ્રમાણે ફોર્મ માં નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિ.અને સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટી, ઓડીટર તરીકે પી ઇન્દ્રજીત એન્ડ એસોસિએટ અને એક્રો એકાઉન્ટ માટે બેંક ઓફ બરોડા ની નિમણૂક કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનીબેલેન્સશીટ પ્રમાણે વર્ષ 2020 -21ની રૂ. 12904 કરોડની થઇ હતી.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રિલિમિનરી પ્લેસમેન્ટ મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવ્યું જેમાં કોર્પોરેશનને લગતી તમામ માહિતી રજૂ કરવામાં આવી હતી અને 850થી વધુ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો.
જે અંગે સેબીમાં ગત તા. 21મી ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યો હતો. ત્યારબાદ 2જી માર્ચના રોજ સેબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી અને 15 મી માર્ચના રોજ સેબીએ મંજૂરી આપી આગળની બોન્ડ ને લગતી કામગીરી કરવા જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સેબીની મંજૂરી બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેબી પર ઓનલાઈન ફાઇનલ પ્લેસમેન્ટ રજૂ કર્યું છે જેમાં ખાનગી અને સરકારી કંપનીઓ ભાગ લેશે આવતા અઠવાડિયે ઓનલાઇન બીડ રજૂ કરશે. જે અંગે કંપનીઓના ઉચ્ચ અધિકારી સાથે પણ વીડિયો કોન્ફરન્સથી ચર્ચા વિચારણા કરી હતી.
[ad_2]
Source link






