દિલ્હીમાં પતિની સહકર્મી રહેલી મહિલા ઘરે આવી: પત્નીને બન્નેના વ્યવહારથી શંકા જતા વિવાદ

On: March 12, 2022 8:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ફરવા જવાનું કે બાળકો રાખવાનું કહેતા જ પતિ ઉશ્કેરાઈ તકરાર કરતો, ભોજનમાં વાંક કાઢી મહેણાં મારતો

– ત્રણ દિવસ અગાઉ ફરી પતિની મહિલા સહકર્મી ઘરે આવી ને મામલો વકરતા પોલીસ ફરિયાદ થઈ 

અમદાવાદ, તા. 12 માર્ચ 2022, શનિવાર 

ચાંદખેડામાં જગતપુર પાસે ગોદરેજ ગાર્ડનસિટીની સામે આવેલા સેવી સ્વરાજમાં દંપતિ વચ્ચેનો વિવાદ પોલુસ ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. પતિની દિલ્હી ખાતે મહિલા સહકર્મી રહી ચુકેલી યુવતી ઇન્ટરવ્યૂ માટે ઘરે રહેવા આવી હતી. યુવતી અને પતિનો વ્યવહાર જોઈ પત્નીને શંકા જતા વિવાદ થયો હતો. આ મહિલા ત્યાબાળ જતી રહ્યા બાદ ફરીવાર આવતા દંપતિ વચ્ચે ફરી વિવાદ થયો હતો. દરમિયાન ઓફિસથી ઘરે આવેલા પતિએ ગુરુવારે રાત્રે મેં તને જે જમવાનું બનાવવાનું કહ્યું હતું. તે કેમ નથી બનાવ્યું તેમ કહી મહિલાને પતિએ અપશબ્દો બોલી મારઝૂડ કરી હતી.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ 1998માં મહારાષ્ટ્રમાં લગ્ન થયા બાદ પતિએ બે માસ સારી રીતે રાખી હતી. તે પછી અવારનવાર જમવા અને સફાઈ બાબતે મહેણાં મારી તકરાર કરતા હતા. 2007માં પુત્રી અને 2011માં પુત્રનો જન્મ થયો બાદમાં પતિની અમદાવાદ ટ્રાન્સફર થતા મહિલાએ ચાંદખેડા રહેવા આવી હતી. 

તે પછી પણ પતિની હેરાનગતી ચાલુ જ રહી હતી. દરમિયાનમાં પતિ સાથે અગાઉ દિલ્હીમાં નોકરી ચુકેલી સ્ત્રી 15 દિવસ અગાઉ ચાંદખેડા ફરિયાદીને ઘરે રહેવા આવી હતી. તે પછી પતિનું વર્તન બદલાઈ ગયું હતું. ચાંદખેડા પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!