સમાજની ક્ષતિ બતાવવાનું અને બિરદાવવાનું કામ થિએટર કરે છે

On: March 4, 2022 10:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


બીજા ન જોઈ શકે તે જોઈ શકનારો સારો એક્ટર બને છે

33મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધામાં અભિનેત્રી અન્નપૂર્ણા શુક્લનું પ્રેરક પ્રવચન અને વિજેતાઓને પુરસ્કાર વિતરણ

અમદાવાદ : ગુજરાત સમાચાર અને આઈએનટી મુંબઇ આયોજીત 33મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધાના વિજેતા કલાકારોને પારિતોષિકો એનાયત કરતાં તખ્તા, સિરીયલ્સ અને ફિલ્મોના સમર્થ અભિનેત્રી અન્નપૂર્ણા શુક્લાએ ઉભરતા કલાકારોને શીખ આપતાં જણાવ્યું હતું કે નાટકના કલાકારની સ્ટેજ પરની અને સમાજ માટેની ભૂમિકા હંમેશા અનન્ય જ હોય છે, કારણ કે તે સાંસ્કૃતિક વારસાનું જતન કરે છે.

સમાજની ક્ષતિ બતાવવાનું અને બિરદાવવાનું, એ બંને કામ થિયેટર કરે છે. આજે જાપાનની પ્રગતિનું મોટું કારણ થિયેટર છે. જેણે એની સાંસ્કૃતિક મૂડી બરાબર સાચવી છે. એક એકટરની નિરીક્ષણ શક્તિ બહુ જ સતેજ હોવી જોઇએ અને બીજા ન જોઈ શકે એ જે જોઈ શકે દુનિયાભરમાં એ જ સારો એકટર બની શકે.

ગુજરાત સમાચારની શ્રેયાર્થ યુનિવર્સિટીમાં પરફોર્મીંગ આર્ટસની ફેકલ્ટી શરૂ થાય ત્યારે એમાં એક અઠવાડીયું તો માત્ર વાંચન પર જ કામ કરાવાય એવું હું ઇચ્છું છું. નિર્ણાયક અભિનેતા આલોક ગાગડેકરે કહ્યું કે આ સ્ટેજે મને જે કારકિર્દી આપી છે એને લીધે નાટક અને સ્ક્રીન સિવાય મારે બીજું કંઇ કરવું જ નથી પડયું. અન્ય નિર્ણાયક અને વરિષ્ઠ અભિનેત્રી રક્ષા નાયકે કહ્યું કે જો હાર સ્વીકારતા શીખશો તો પછી જીત જ જીત છે.

ત્રીજા નિર્ણાયક તરીકે અગ્રણી નાટય લેખક અને પ્રાધ્યાપક ડો. સતિષ વ્યાસે પરિમાણોની જાહેરાત કરી હતી. જ્યારે આર.જે. દેવકીએ જીએસટીવી સાથે મળીને 13.5 રેડ એફ એમ દ્વારા મોબાઈલ ફિલ્મ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. કાર્યક્રમનું સંચાલન કરતાં ડો. સુભાષ બ્રહ્મભટ્ટે 1988થી શરૂ થયેલી આ સ્પર્ધાની સફળ યાત્રાની વાત કરી હતી જ્યારે સમગ્ર સ્પર્ધાનું સંચાલન કિશોર પાઠકે કર્યું હતું.

શ્રેષ્ઠ એકાંકીનું ઇનામ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ જીતી ગઇ

દ્વિતીય શ્રેષ્ઠ ગુજરાત આર્ટસ- સાયન્સ કોલેજનું ‘અશ્વત્થામા’, તૃતીય શ્રેષ્ઠ એચ. કે. આર્ટસનું ‘અનવેક્સિનેબલ’

અમદાવાદ : 33મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધામાં શ્રેષ્ઠ એકાંકીનું રૂા. 10 હજારનું રોક્ડ ઇનામ તથા ગુજરાત સમાચાર વિજય પદ્મ (રોટેટિંગ ટ્રોફી) ‘@ એક્સિડેન્ટલ ઇન્ફ્લુએન્સર’ એકાંકી માટે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજે જીતી લીધા હતા.

જ્યારે દ્વિતીય શ્રેષ્ઠ એકાંકીનો રૂા. 7,500નો દામુભાઈ ઝવેરી ઝવેરી પુરસ્કાર ‘અશ્વત્થામા’ એકાંકી માટે ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને તથા તૃતીય શ્રેષ્ઠ એકાંકીનો રૂા. 4,500નો શશિકાન્ત નાણાવટી પુરસ્કાર ‘અનવેક્સિનેબલ’ માટે એચ. કે. આર્ટસ કોલેજને ફાળે ગયો હતો.

શ્રેષ્ઠ દિગ્દર્શકનું રૂા. 2,500નું ઇનામ રવિ ઉઘરેજિયાને ‘અશ્વત્થામા’ માટે તથા શ્રેષ્ઠ મૌલિક એકાંકીના લેખકનું રૂા. 2,500નું ઇનામ ‘ઇટ્સ અ મેચ’ માટે અંક્તિ ગોરને મળ્યું હતું.

એ જ રીતે અભિનય શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતાનું રૂા. 1,500નું ઇનામ ‘અશ્વત્થામા’ માટે જય દુમાતરને તથા શ્રેષ્ઠ અભિનેત્રીનું રૂા. 1,500નું ઇનામ ‘ અનવેક્સિનેબલ’ માટે અંજલિ ભોંસલેને મળ્યું હતું. દ્વિતીય શ્રેષ્ઠ અભિનેતાનું રૂા. 1001નું ઇનામ ‘@ એક્સિડેન્ટલ ઇન્ફ્લુએન્સર’ માટે મોનિત પાલને તથા દ્વિતીય શ્રેષ્ઠ અભિનેત્રીનું રૂા. 1001નું ઇનામ ‘મડિયાની વાતો’ માટે સ્વરા પટેલને મળ્યું હતું.

તૃતીય શ્રેષ્ઠ અભિનેતાનું રૂા. 751નું ઇનામ ‘અનવેક્સિનેબલ’ માટે ઇદ્રિસ મનસુરીને તથા તૃતીય શ્રેષ્ઠ અભિનેત્રીનું રૂા. 1001નું ‘કાગડી ? કાગડા ? માણસો ?’ માટે મોક્ષા શુક્લને મળ્યું હતું. તો શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો રૂા. 1500નો બકુલ ત્રિપાઠી પુરસ્કાર ‘કાગડી ? કાગડા ? માણસો ?’ માટે માલવ દેસાઈને મળ્યો હતો.

આ ઉપરાંત સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશેલા અન્ય ત્રણ એકાંકીને રૂા. 1- 1 હજારનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આર. જે. દેવકી તરફથી શ્રેષ્ઠ દિગ્દર્શનનો રૂા. 5000નો ભરત દવે પુરસ્કાર તથા શ્રેષ્ઠ અભિનેતા- અભિનેત્રીને પણ રૂા. 5- 5 હજારના જશવંત ઠાકર પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

શશિકાન્ત નાણાવટી પરિવાર તરફથી શ્રેષ્ઠ દિગ્દર્શક, ત્રણ વિજેતા એકાંકીઓ તથા શ્રેષ્ઠ અભિનેતા- અભિનેત્રીઓને રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. તો રૂા. 5000નું કૈલાસ પંડયા પારિતોષિક સુરતની સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ માટે કોલેજને તથા શ્રેષ્ઠ લેખકનું રૂ.5000/- નું ઇનામ ‘ઇટ્સ અ મેચ’ માટે અંકિત ગોરને આપવામાં આવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!